Home> Gujarat
Advertisement
Prev
Next

JUNAGADH: જનઆશિર્વાદ યાત્રામાં કૃષી મંત્રીએ કહ્યું, અસરગ્રસ્ત દરેક ખેડૂતને સહાય મળી રહેશે

છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળે તેવા હેતુ થી જન આશીર્વાદ યાત્રા આજે જૂનાગઢ આવી પોહચી હતી અને કૃષી મંત્રી રાઘવજી પટેલ જોડાયા હતા. શહેરના અલગ અલગ વિસ્તારો માં યાત્રા ફરી હતી. જૂનાગઢમાં આજે કેબીનેટ કૃષી મંત્રી રાઘવજી પટેલે શહેરના દોલતપરા વીસ્તારથી જન આશીર્વાદ યાત્રા શરૂ કરી હતી. જેમાં ઠેર ઠેર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું અને માર્કેટીંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતો સાથે મીટીંગ યોજી હતી. 

JUNAGADH: જનઆશિર્વાદ યાત્રામાં કૃષી મંત્રીએ કહ્યું, અસરગ્રસ્ત દરેક ખેડૂતને સહાય મળી રહેશે

જૂનાગઢ : છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળે તેવા હેતુ થી જન આશીર્વાદ યાત્રા આજે જૂનાગઢ આવી પોહચી હતી અને કૃષી મંત્રી રાઘવજી પટેલ જોડાયા હતા. શહેરના અલગ અલગ વિસ્તારો માં યાત્રા ફરી હતી. જૂનાગઢમાં આજે કેબીનેટ કૃષી મંત્રી રાઘવજી પટેલે શહેરના દોલતપરા વીસ્તારથી જન આશીર્વાદ યાત્રા શરૂ કરી હતી. જેમાં ઠેર ઠેર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું અને માર્કેટીંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતો સાથે મીટીંગ યોજી હતી. 

fallbacks

VADODARA: ડોક્ટર્સે અશોક જૈનને 3 કલાક સુધી ઉત્તેજીત રાખ્યો, જો કે સ્પર્મ મેળવવામાં નિષ્ફળતા

મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કૃષી મંત્રી બનતાની સાથે પેહલો પ્રશ્નએ સામે આવ્યો છે કે, અતીવૃષ્ટિથી જે ખેડૂતોની જમીન ધોવાણ થયું છે. ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકને જે નુકશાન થયું છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને જામનગરમાં પહેલા ફેસ અતીવૃષ્ટીનો સર્વે કરવામાં આવ્યો ત્યાર બાદ ફરી અતીવૃષ્ટી અને પૂરના કારણે ગુજરાત અનેક તાલુકા અને ગામો ખેડૂતોને નુકશાન થયું છે. તેનો સર્વે કરવાની કામગીરીના આદેશ આપી દેવામાં આવ્યા છે. સર્વે થયા બાદ ખેડૂતો ને સહાય આપવામાં આવશે.

એવો ચિટર ડાયરેક્ટર કે તેના પોતાના જીવન પર બની શકે ફિલ્મ, અડધા અમદાવાદની ગાડીઓ વેચી નાખી

જન આશીર્વાદ યાત્રામાં પધારેલ કૃષી મંત્રી રાઘવજી પટેલે ભવાંતર યોજના વિષે કહ્યું કે, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ રાજ્ય સહીત અનેક રાજ્યોમાં યોજના ચાલી રહી છે, ત્યારે ભવાંતર યોજનાથી અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે આ યોજના ગુજરાત માટે શક્ય નથી. આજે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી માલની ખરીદી કરીને ખેડૂતોને નુકશાનીનો થાય તેવા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ટેકાના ભાવે ખરીદીમાં કોઈ ભ્રસ્ટાચાર કે ગેરરીતીની ફરીયાદ થઇ નથી. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે ખેડૂતો માટે કોઈ સબસીડીની યોજના અમલ થશે કે નહિ તે મુદ્દે કૃષી મંત્રીએ જણાવ્યું કે, હાલ કોઈ અમારી પાસે માંગણી નથી અને કોઈ વિચારણા પણ નથી જયારે માસ્કના દંડ વિષે જણાવતા કહ્યુ કે માસ્કનો દંડ હાઇકોર્ટના આદેશ મુજબ દંડની રકમ લેવામાં આવે છે. 

જામનગરની રન્ના અમેરિકન દંપતીના ખોળામાં ખિલખિલાટ કરશે, દીકરીને આપતા વેળાએ મહિલા સાંસદ પણ રડી પડ્યા

આજે કોરોનાની અસર નહીવત છે ત્યારે લોકો સ્વયંભૂ રીતે અમલ નથી કરતા આજે હું પણ માસ્ક ભેગું રાખું છે. જયારે ગરમી થાય એટલે કાઢી નાખું છું. રાજ્ય સરકાર પણ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરે છે અને સાવચેતી રાખવી જરૂરી છે. જયારે તોકતે વાવાઝોડા માં સહાય આપવામાં અનેક ફરીયાદ ઉઠી હતી. ત્યારે અતીવૃષ્ટીમાં અન્યાય થશે તેનો જવાબ આપ્યો કે, સરકાર પૂરતી કાળજી રાખશે અને કોઈ પણ ખેડૂતોને અન્યાય ન થાય અને ગેરરીતિ ન થાય તેની પૂરતી કાળજી રાખવામાં આવશે અને ખેડૂતોને પૂરતી સહાય મળી રહે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More