સાગર ઠાકર/જુનાગઢ :કોઈપણ યુવતી નાનપણથી તેના વાળની સુંદર રીતે માવજત કરતી આવે છે અને એમ પણ લાંબા મજબૂત વાળ કોને ન ગમે? પણ આજે કેશોદના ખીરસરા ગામની યુવતી સોંદરવા રવિનાએ તેના સવા ફૂટ જેટલા લાંબા વાળ કપાવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. જુનાગઢ (junagadh) ની રવિનાએ બાળપણથી પોતાના માથાના વાળ પર એકપણ વાર કાતર પણ ફેરવવા દીધી નથી. ત્યારે તેણે પોતાના વાળ કેન્સર (cancer) પીડિત મહિલાઓ માટે ડોનેટ કર્યા છે. રવિનાએ પોતાના સવા ફૂટ જેટલા વાળ કાપીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં AAP ની ભવ્ય સફળતા પર કેજરીવાલે ટ્વીટ કરીને અભિનંદન આપ્યા
કેન્સર પીડિત મહિલાઓ માટે યુવતીની મદદ
કીમો થેરાપી અને અન્ય રેડિયેશન ટ્રીટમેન્ટથી કેન્સર પીડિત મહિલાઓ પોતાના વાળ ગુમાવી દે છે. ત્યારે એવી યુવતીઓ અને મહિલાઓની પડખે ઉભા રહેવા, તેમને કોઈપણ જાતની શરમનો અનુભવ ન થાય તે માટે છેલ્લાં ઘણા સમયથી ગુજરાતભરની બહેનો આ અભિયાનમાં જોડાઈને પોતાના વાળનું દાન કરે છે. વિગ બનાવવા માટે એજ્યુકેશન ઓફ સોશિયલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર (Education of social science and Research Center) માં વાળનું દાન કરે છે.
આ પણ વાંચો : કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ ભૂંડી રીતે હાર્યા
દીકરીઓને લૂકથી જજ કરવાનું બંધ કરો
જૂનાગઢ જિલ્લાનો આ પહેલો કિસ્સો છે, જેમાં કોઈ યુવતીએ આ રીતે અન્ય મહિલાઓ માટે ઉદાહરણરૂપ બની હોય. આમ રવિનાનો પરિવાર મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. રવિના આ અભિયાનમાં ખુશીથી જોડાઈ છે, અને અન્ય યુવતીઓને પણ જોડાવવા અપીલ કરી રહી છે. આ અભિયાન માટે તે દરેક સમાજને એક સંદેશો પણ આપવા માંગે છે કે, કોઈપણ દીકરીને તેના લૂકથી જજ કરવાનું બંધ કરો. કેન્સર પીડિતો માટે સામાજિક મેન્ટાલિટી ચેન્જ કરો. બાલ્ડ લુક આમ પણ એક ટ્રેન્ડ બની ગયો છે. ગુજરાતમાં હજુ બહુ ઓછી યુવતીઓ આગળ આવીને આવી હિંમત દર્શાવે છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાના એવા ખીરસરા ઘેડ ગામની યુવતીએ સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે