ઝી બ્યુરો/જૂનાગઢ: જૂનાગઢના સાસણમાં 500 થી વધારે સિંહો વસવાટ કરે છે અને 300 થી વધારે પક્ષીઓની જાતિ પણ આવેલી છે . સાસણમાં સિંહ દર્શન માટે ઓનલાઈન પરમીટની સુવધા ઉપલબ્ધ છે. અહી દેવળીયા સફારી પાર્ક અને ગીર નેશનલ પાર્ક સેન્ચૂરીમાં સિંહ દર્શન કરી શકાય છે.
આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં પડશે વરસાદ, 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ
એશિયા ખંડમાં માત્ર સાસણમાં જ સિંહો જોવા મળે છે. જેમાં દેશ-વિદેશના ટુરિસ્ટો સિંહ દર્શન માટે આવતા હોય ખાસ કરીને દિવાળી વેકેશન, થર્ટી ફર્સ્ટ ,હોળી ધુળેટી જેવા ફેસ્ટિવલમાં લાખોની સંખ્યામાં ટૂરિસ્ટો સાસણની વીજીટ કરે છે અને સિંહ દર્શન જંગલની મજા માણતા હોય છે.
તલાટીની પરીક્ષા આપવા ભરવું પડશે આ ફોર્મ; આવતીકાલથી OJAS પરથી ભરી શકાશે, જાણો વિગતે
હાલ ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂરી થતાં હવે ઉનાળુ વેકેશન પડ્યું છે. વાલીઓ પોતાના સંતાનો સાથે કે પરિવાર સાથે સિંહ દર્શન માટે મોટી સંખ્યમાં જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ! કેસ અને મોતનો આંકડો વધ્યો, જાણો આજના પોઝિટીવ કેસ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે