Home> Gujarat
Advertisement
Prev
Next

પ્રેમી સાથે દીકરીને જોઈ ગયેલી માતાને દીકરીએ જ મોતને ઘાટ ઉતારી, ઘરના CCTV બંધ કરી ખેલ્યો ખૂની ખેલ

Daughter Killed Mother : પ્રેમમાં અંધ બનેલી પુત્રીએ જ જનેતાને મોતને ઘાટ ઉતારી... ઘરના CCTV બંધ કરીને ટ્રકના પાનાથી સત્તરથી વધુ ઘા માર્યા, હત્યા કર્યા બાદ મગરના આંસુ સારતી રહી

પ્રેમી સાથે દીકરીને જોઈ ગયેલી માતાને દીકરીએ જ મોતને ઘાટ ઉતારી, ઘરના CCTV બંધ કરી ખેલ્યો ખૂની ખેલ

Junagadh News અશોક બારોટ/જૂનાગઢ : દીકરીએ કરી માની હત્યા ઘોર કળયુગ કળયુગ... જેમાં દીકરી જનેતાની હત્યા કરી નાખે છે આ ઘટના છે જૂનાગઢના ઇવનગરની જ્યાં 19 વર્ષની દીકરીએ પોતાના પ્રેમીને મળવા માટે અડચણરૂપ બનતી માને લોખંડના દસ્તાથી સતર ઘા મારી મોતને ને ઘાટ ઉતારી દીધી. માતાની ઠંડા કલેજે હત્યા કર્યા બાદ જાણે કશું જ ન બન્યું હોય એમ કોઈએ મારી માતાને મારી નાંખી છે એ રટણ કર્યા કર્યું હતું. 

fallbacks

ઇવનગરમાં રહેતા ગોવિંદભાઈ આનંદભાઈ બાંભણિયાએ 27 મે ના રોજ પોતાની પત્ની દક્ષાબેનની કોઈ હત્યા કરી ગયું હોવાની જાણ પોલીસને કરી હતી. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરતા જાણવા મળ્યું કે, દક્ષાબેન પર 17 દસ્તાના ઘા માથા પર મારી હત્યા નિપજવવામાં આવી હતી. પોલીસે ઘરમાં ઘટના સ્થળે અને સમયે કોણ કોણ હતું એ તપાસ કરતા આખો મામલો સામે આવ્યો હતો. પોલીસને મોટી દીકરી મીનાક્ષી પર શંકા જતા તેની પૂછપરછ પોલીસ ઢબે કરી હતી. આકરી પૂછપરછમાં મીનાક્ષી પડી ભાંગી  હતી અને કબૂલ્યું હતું કે માતાની હત્યા પોતે કરી છે.

નીતિન પટેલની કારકિર્દી પૂર્ણવિરામ નહિ મૂકાય, લોકસભા ચૂંટણીમાં સોંપાઈ આ મોટી જવાબદારી

પોલીસ અધિકારી એસપી રવી વાસમ તેજા શેટ્ટીએ આ અંગે જણાવ્યું હતું કે મીનાક્ષીએ પોતાના પ્રેમીને મળવા માટે બોલાવ્યો હતો. એ આવે એ પહેલા ઘરમાં રહેલી માતાને દવા ખવડાવી સુવડાવી દીધી હતી અને ઘરના સીસીટીવી પણ બંધ કરી દીધા હતા અને માતા જાગી જતા તેને લોખંડના દસ્તા ના 17 ઘા મારી હત્યા કરી નાંખી હતી. એટલું જ નહિ, માતાને મોતને ઘાટ ઉતારવા માટે દીકરીએ ઘરના સીસીટીવી પણ બંધ કર્યા હતા, જેથી કોઈને કાનોકાન ખબર ન પડે.  

ઘટના સમયે બીજું કોઈ હતું કે નહિ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. યુવતીનો પ્રેમી કોણ છે અને ઘટના સમયે તે હાજર હતો કે તે અંગે તપાસ ચાલુ છે તેવુ જુનાગઢના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું. 

આ વર્ષનું ચોમાસુ 11 આની રહેશે, પ્રાચીન વિદ્યાના 56 આગાહીકારોએ કરી ચોમાસાની આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More