Home> Gujarat
Advertisement
Prev
Next

Statue of Unity પાસે બની રહેલી જંગલ સફારી ચિમ્પાન્ઝીને કારણે વિવાદોમાં આવી

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પાસે બની રહેલ જંગલ સફારીના લોકાર્પણમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે જંગલ સફારી (Jungle Safari) વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. જંગલ સફારીમાં લાવવામાં આવનારા કેટલાક ચિમ્પાન્ઝી દાણચોર પાસેથી લાવવાનો પ્રયાસ કરાયો હતો એવા અહેવાલ મીડિયામાં વહેતા થયા હતા. ત્યારે વિવાદ બાદ કેવડિયા કોલોની ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં સરદાર સરોવર નર્મદા નિગમના એમડી તેમજ વન્ય અને પર્યાવરણ વિભાગ એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજીવ ગુપ્તાએ ખુલાસો કર્યો હતો કે, દાણચોરી (Smuggling) ની વાત પાયાવિહોણી છે અને જંગલ સફારીનું લોકાર્પણ ટૂંક સમયમાં જ થશે.  

Statue of Unity પાસે બની રહેલી જંગલ સફારી ચિમ્પાન્ઝીને કારણે વિવાદોમાં આવી

જયેશ દોશી/નર્મદા :નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પાસે બની રહેલ જંગલ સફારીના લોકાર્પણમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે જંગલ સફારી (Jungle Safari) વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. જંગલ સફારીમાં લાવવામાં આવનારા કેટલાક ચિમ્પાન્ઝી દાણચોર પાસેથી લાવવાનો પ્રયાસ કરાયો હતો એવા અહેવાલ મીડિયામાં વહેતા થયા હતા. ત્યારે વિવાદ બાદ કેવડિયા કોલોની ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં સરદાર સરોવર નર્મદા નિગમના એમડી તેમજ વન્ય અને પર્યાવરણ વિભાગ એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજીવ ગુપ્તાએ ખુલાસો કર્યો હતો કે, દાણચોરી (Smuggling) ની વાત પાયાવિહોણી છે અને જંગલ સફારીનું લોકાર્પણ ટૂંક સમયમાં જ થશે.  

fallbacks

રાજ્યમાં ઠંડી ઘટી, તો આકાશી આફત આવી પડી, આજે ગુજરાતમાં વરસાદની શક્યતા

વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગત વર્ષે થયેલાં લોકાર્પણ બાદ છેલ્લા 13 મહિનાના સમયગાળામાં દેશ-વિદેશનાં અંદાજે 31.5 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.  અને વધુ પ્રવાસીઓને આકર્ષવા નવા પ્રકલ્પો બની રહ્યા છે. તે પૈકી એક જંગલ સફારી બની રહ્યું છે. આ જંગલ સફારીમાં દેશ વિદેશના પશુ પક્ષીઓ પણ લાવવામાં આવી રહ્યા છે. ગત મહિને અહીં ત્રણ વિદેશી પશુઓના મોત થયા હતા. જેના બાદ હવે લોકાર્પણમાં પણ વિલંબ થઇ રહ્યો છે. 

આ ઉપરાંત  એવી વાત પણ વહેતી થઇ હતી કે, અહીં લાવવામાં આવેલ ચિમ્પાન્ઝીને દાણચોરો પાસેથી લાવવામાં આવ્યા હતા અને કોલકત્તામાં પકડાયા હતા. ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમના એમડી તેમજ વન્ય અને પર્યાવરણ વિભાગ એડિશનલ ચીફ સેક્રેટરી ડો રાજીવ ગુપ્તાએ આ વાત પાયાવિહોણી હોવાની જણાવ્યું. તેઓએ કહ્યું હતું કે, ઈમ્પોટર્સ જે જે પ્રાણીઓ અહીંયા જંગલ સફારી માટે લાવે છે તે વાતને દાણચોરી સાથે કોઈ સંબંધ નથી. જે ચિમ્પાન્ઝી કોલકત્તામાં પકડાયા છે, એ ચિમ્પાન્ઝીનો અહીંયાના સફારી સાથે એટલો જ સંબંધ છે કે જ્યારે એ પકડાયા ત્યારે અમે ભારત સરકારને લખ્યું કે અમે અહીંયા જંગલ સફારી બનાવીએ છે. ત્યારે એ પ્રાણીઓનો કબ્જો અમને સેફ કીપિંગ માટે  આપી શકાય તો અમને આપો. જંગલ સફારીમાં ઇમ્પોટરે જે પ્રાણીઓ ઈમ્પોર્ટ કર્યા છે, જે ભારત સરકારની ડીજીએફટીએની એનિમલ હસબન્ડરી વિભાગની તમામ પરવાનગીઓ લઈને વન્ય જીવો લાવવામાં આવ્યા છે. ત્યારે જંગલ સફારીમાં કોઈ જાનવરો દાણચોરો પાસેથી લાવવામાં નથી આવ્યા અને હાલ અહીં પ્રાણીઓ પર પૂરતું ધ્યાન અપાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More