Home> Gujarat
Advertisement
Prev
Next

જરા વિચારીને ખાજો ફરાળી વસ્તુઓ, તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

મનપાની આરોગ્ય ટીમ દ્વારા રાજગરાનો લોટ બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા.
 

 જરા વિચારીને ખાજો ફરાળી વસ્તુઓ, તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

સંજય ટાંક/અમદાવાદઃ થોડા દિવસમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવાની છે. આ દિવસોમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળી વસ્તુઓનું વેચાણ બજારમાં વધી જાય છે. તો ફરાળી વસ્તુઓ બનાવતા ઉદ્યોગોએ અત્યારથી જ તેની શરૂઆત કરી દીધી છે. પરંતુ બજારમાં મળતી તમામ ફરાળી વસ્તુ લેતા પહેલા ખાસ ચેક કરજો. કેમ કે, અમદાવાદ મહાનગર પાલિકાની આરોગ્ય શાખાએ રાજગરાનો લોટ બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડ્યા તો ચોંકાવનારી હકીકત બહાર આવી છે. આ લોક બિન આરોગ્યપ્રદ હોઈ શકે છે. 

fallbacks

મનપાની આરોગ્ય શાખાએ દરિયાપુરમાં આવેલી એક ફરાળી વોટ બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. આ જગ્યાએ વંદા જેવા અનેક જીવજંતુઓ જોવા મળ્યા હતા. તે જગ્યામાં ખૂબ ગંદકી પણ જોવા મળી હતી. ત્યારે શ્રાવણ માસમાં આ લોટ ખાતા પહેલા સાવધાન થઈ જવાની જરૂર છે. 

fallbacks

મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓે જ્યારે દરોડા પાડ્યા તો ત્યાં રહેલા દ્રશ્યો જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. જે પરિસ્થિતિમાં ત્યાં રાજગરાનો લોટ બનાવવામાં આવે છે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું સામે આવ્યું છે. તો અધિકારીઓએ આ લોટના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા અને ફેક્ટરીને સીલ કરી દેવાઇ છે. 

પવિત્ર શ્રાવણ માસ આવતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે. શહેરમાં વિવિધ જગ્યાએ ફરાળી વસ્તુઓ બનાવતા લોકોને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More