Home> Gujarat
Advertisement
Prev
Next

રામનવમી પર ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો?

કાજલ હિન્દુસ્તાની પોતાને એક ઉદ્યોગસાહસિક, સંશોધક, સામાજિક કાર્યકર અને રાષ્ટ્રવાદી મહિલા તરીકે ઓળખાવે છે. કાજલના સોશિયલ મીડિયા પર 92,000 થી વધુ ફોલોઅર્સ છે અને તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લે છે.

રામનવમી પર ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો?

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતના ઉનામાં રામ નવમીના અવસર પર ઉશ્કેરણીજનક ભાષણ આપનાર મહિલા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે ધરપકડ કરી છે. કાજલ હિન્દુસ્તાનીના ઉશ્કેરણીજનક ભાષણ બાદ ઉનામાં કોમી રમખાણો થયા હતા. પોલીસે કાજલ હિન્દુસ્તાની સામે કેસ નોંધ્યો હતો પરંતુ તે છેલ્લા કેટલાક દિવસોથી ફરાર હતા. કાજલે રવિવારે વેરાવળ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

fallbacks

તમારી સાથે પણ થઈ શકે છે આવો કાંડ! આવાસના મકાનોમાં કોઈ લોન આપવાનું કહે તો ચેતજો, નહીં

કોણ છે કાજલ હિન્દુસ્તાની?
પોલીસે જણાવ્યું હતું કે, જમણેરી કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાનીની રવિવારે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં રામ નવમી પર ભડકાઉ ભાષણ આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમના નિવેદનથી 1 એપ્રિલના રોજ ઉના શહેરમાં કોમી અથડામણ થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાજલે રવિવારે સવારે ઉનામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

અ'વાદમાં હાથી દાંતની હેરાફેરીનું મોટું રેકેટ ઝડપાયું, ચારેય આરોપીઓ મામલે મોટો ખુલાસો

કાજલ હિન્દુસ્તાની પોતાને એક ઉદ્યોગસાહસિક, સંશોધક, સામાજિક કાર્યકર અને રાષ્ટ્રવાદી મહિલા તરીકે ઓળખાવે છે. કાજલના સોશિયલ મીડિયા પર 92,000 થી વધુ ફોલોઅર્સ છે અને તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લે છે.

Elon Musk:ટેસ્લાના CEO એલોન મસ્ક ચીન જવાની તૈયારીમાં, લી કિઆંગ સાથે કરશે મુલાકાત!

30 માર્ચે  આપ્યું હતું ઉશ્કેરણીજનક ભાષણ
કાજલ હિન્દુસ્તાનીએ 30 માર્ચે રામ નવમી પર VHP દ્વારા આયોજિત બેઠકમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેના બે દિવસ પછી 2 એપ્રિલે પોલીસે કાજલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્ય) હેઠળ કેસ નોંધ્યો હતો.

પરીક્ષા પૂર્ણ થઈ પરંતુ હજારો ઉમેદવારો અટવાયા, કારણ જાણીને તમે પણ દઈ દેશો માથે હાથ

પોલીસે જણાવ્યું હતું કે, કાજલના ભાષણ પછી બે દિવસ સુધી ઉનામાં સાંપ્રદાયિક તણાવ પ્રવર્તી રહ્યો હતો, પરિણામે 1 એપ્રિલની રાત્રે બે સમુદાયો વચ્ચે અથડામણ અને પથ્થરમારો થયો હતો. અથડામણ બાદ પોલીસે 80 થી વધુ લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી મોટાભાગના લઘુમતી સમુદાયના હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More