Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: 'મને વિધિ આવડે છે, રૂપિયાનો વરસાદ કરીશ', કહીને અવાવરૂ જગ્યાએ બોલાવી હત્યા

ગત 13 તારીખના રોજ કામરેજના વાવ ગામે એક ખેતરમાંથી પોલીસને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તપાસ કરતા મૃતદેહ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા રાહુલ તિવારી ની હોવાનું ખુલ્યું હતું. જોકે પોલીસ માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે હત્યા કોને કરી?

સુરત: 'મને વિધિ આવડે છે, રૂપિયાનો વરસાદ કરીશ', કહીને અવાવરૂ જગ્યાએ બોલાવી હત્યા

સંદીપ વસાવા/કામરેજ: આજકાલ રાજ્યમાં હત્યાના કેસ વધી રહ્યા છે, ત્યારે ગત 13 તારીખના રોજ કામરેજના વાવ ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આ ઘટનામાં ગામના પાડોશી પરિચય ધરાવતા ઇસમે વિધિ કરી રૂપિયા વરસવાનું કહી ખેતરમાં હત્યા કરી હતી. પરંતુ આખરે જિલ્લા એલસીબીના હાથે ઝડપાઇ ગયો છે.

fallbacks

ગત 13 તારીખના રોજ કામરેજના વાવ ગામે એક ખેતરમાંથી પોલીસને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તપાસ કરતા મૃતદેહ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા રાહુલ તિવારી ની હોવાનું ખુલ્યું હતું. જોકે પોલીસ માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે હત્યા કોને કરી? બીજું કે રાહુલ તિવારી ઘરેથી નીકળ્યા ત્યારે એમની પાસે 2 લાખ જેટલી રોકડ રકમ હોવાનું પરિવારમાંથી તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું. ત્યારે પૈસા માટે તો હત્યા નથી કરવામાં આવીને એ પોલીસ માટે કોયડો હતો.

રાહુલ તિવારી કાપોદ્રા વિસ્તારમાં વીસીનો ધંધો કરતો હતો. મૂળ મધ્યપ્રદેશના રાહુલ તિવારીના ગામ નજીક માજ રહેતો ધર્મેન્દ્ર સિંહ પણ કાપોદ્રા ખાતે રહેતો હતો અને બંને વચ્ચે મિત્રતા હતી. મિત્રતાના કારણે રાહુલ તિવારીએ ધર્મેન્દ્ર સિંહને થોડા રૂપિયા ઉછીના આપ્યા હતા જે પરત માંગી રહ્યો હતો. જોકે પૈસા પાછા નહીં આપવા પડે એ માટે ધર્મેન્દ્ર સિંહ એ રાહુલ તિવારીને પોતાને પૈસાનો વરસાદ વરસાવવાની વિધિ આવડતી હોવાનું કહ્યું હતું અને વિધિ માટે 2 લાખ રૂપિયા લાવવા પડશે કહ્યું હતું.

પોલીસ જે દિવસથી રાહુલ તિવારી ગાયબ હતો તે દિવસથી પોલીસે સીસીટીવીની ચકાસણી શરૂ કરી. પોલીસને સીસીટીવી ફૂટેજમાં રાહુલ તિવારી સાથે એક શંકાસ્પદ ઈસમ દેખાયો હતો. જેની તપાસ કરતા એ ઈસમ ધર્મેન્દ્ર સિંહ હોવાનું ખુલ્યું હતું. પોલીસે ધર્મેન્દ્રસિંહની અટકાયત કરી પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો અને પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

ઘટનાના દિવસે રાહુલ તિવારી અને ધર્મેન્દ્ર સિંહ રિક્ષામાં બેસી ને કામરેજ આવવા નીકળ્યા હતા. બંને જણા નક્કી કરેલી જગ્યાએ પૈસા લઈ પહોંચ્યા હતા અને ખેતરમાં જઇ વિધિ શરૂ કરી હતી. વિધિ દરમ્યાન ધર્મેન્દ્ર સિંહે રાહુલ તિવારીને બેધ્યાન કરી પાછળથી તીક્ષ્ણ હથિયારનો ઘા કરી દીધો હતો અને 2 લાખ રૂપિયા લઈ ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આખરે આરોપીને ઝડપી પાડી આરોપી પાસેથી 1.98 લાખ રૂપિયા પણ કબ્જે લીધા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More