Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO: કોંગ્રેસમાં જોડાતા જ આ દિગ્ગજ નેતાએ ભાજપ પર કર્યાં આકરા પ્રહારો

ભારતીય જનતા પાર્ટીના પુર્વ ધારાસભ્ય અને ખેડૂત નેતા કનુ કલસરીયાએ  કાંગ્રેસનો ખેસ ધારણ કર્યો રાહુલ ગાંધી સાથે બુધવારના રોજ દિલ્હીમાં થયેલી મુલાકાત બાદ કનુ કલસરીયાએ સૈધ્ધાંતિક રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

VIDEO: કોંગ્રેસમાં જોડાતા જ આ દિગ્ગજ નેતાએ ભાજપ પર કર્યાં આકરા પ્રહારો

ગૌરવ પટેલ, અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીના પુર્વ ધારાસભ્ય અને ખેડૂત નેતા કનુ કલસરીયાએ  કાંગ્રેસનો ખેસ ધારણ કર્યો રાહુલ ગાંધી સાથે બુધવારના રોજ દિલ્હીમાં થયેલી મુલાકાત બાદ કનુ કલસરીયાએ સૈધ્ધાંતિક રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા ગુરૂવારના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે સમર્થકો દ્વારા કનુ કલસરીયાનું સ્વાગત કરવામાં આવ્યુ આ પ્રસંગે તેમણે જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટીની નીતિ ખેડૂત વિરોધી રહી છે.

fallbacks

EXCLUSIVE: કોંગ્રેસમાં જોડાયેલા કનુ કળસરિયાએ હવે ભાજપ સામે ખોલ્યો મોરચો

ઝી 24 કલાક સાથે કરેલી વિશેષ વાતમાં તેમણે જણાવ્યું કે 'ભવિષ્યમાં 100 ટકા કોંગ્રેસ એક મોટા વિકલ્પ તરીકે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં ઊભરી આવશે એવો વિશ્વાસ મારા મનમાં બંધાયો ત્યારે કોંગ્રેસને કાર્ય કરવાની એક શ્રેષ્ઠ પાર્ટી તરીકે સ્વીકારી છે.' ભારતીય જનતા પાર્ટીની નીતિ ખેડૂત વિરોધી રહી છે. જ્યારે નિરમાનું આંદોલન ચાલતુ હતું ત્યારે કોંગ્રેસ દ્વારા સમર્થન કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યુ હતું કે ભારતીય જનતા પાર્ટી પંડિત દિન દયાળના સિધ્ધાંતોને ભૂલી ગઇ છે. કનુ કલસરીયાના કોંગ્રેસ પ્રવેશ અંગે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યુ કે કનુભાઈ કોંગ્રેસમાં જોડાયા એ મોટી ઉપલબ્ધિ છે.  

તેમણે કહ્યું કે કનુ ભાઈ હમેશા ગરીબો અને ખેડૂતો માટે લડ્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં સ્વતંત્રતા છે. ચૂંટણી લડવા ઇચ્છા હોઇ શકે, એ સ્વાભાવિક છે. આગામી સમયમાં ચૂંટણી ક્યાંથી લડવી એ નિર્ણય પાર્ટીનો રહેશે. એમનાં કોંગેસ જોડાવવાથી ગુજરાતને ફાયદો થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More