નચિકેત મહેતા/ખેડા :બળાત્કારના કિસ્સાઓમાં ગુજરાતમા ન્યાયપ્રક્રિયા ઝડપી બની છે. આરોપીઓને ઝડપી સજા સંભળાવવામાં આવી રહી છે, તો સાથે જ શોષણ થનારાઓને ન્યાય મળી રહ્યો છે. ત્યારે કપડવંજ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. નિર્માલી સીમ વિસ્તારમાં યુવતી પર થયેલા ગેંગરેપ અને હત્યાનો ચુકાદો આવ્યો છે. 2018 ના વર્ષમાં પરણિત મહિલા પર 3 ઈસમોએ ગેંગરેપ ગુજારી મહિલાની હત્યા કરી હતી. ત્યારે કપડવંજ સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલ મિનેષ પટેલે 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી.પી અગ્રવાલે આ ચુકાદો આપ્યો હતો.
આ આરોપીને ફાંસીની સજા
28 ઓક્ટોબર, 2018 ના વર્ષમાં બનેલી સામૂહિક બળાત્કાર અને હત્યાના ગુનામાં ત્રણ આરોપીઓને ફાંસીની સજા ફટકાવામાં આવી છે. કપડવંજના નિરમાલી ગામની સીમમાં બનાવ બન્યો હતો. કપડવંજ તાલુકાના મોટી ઝેર પાસે યુવતીનું અપહરણ કરી નિરમાલી સીમમાં સામૂહિક બળાત્કાર કરીને તેની હત્યા કરાઈ હતી. ત્યાર બાદ મહિલાની નગ્ન હાલતમાં લાશને એક ખેતરમાં નાંખી દેવામાં આવી હતી. સાથે જ ઘટનાના પુરાવાનો પણ નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે કપડવંજ સેશન્સ કોર્ટે આરોપી ગોપી ઉર્ફે ભલા દેવીપૂજક, બાબા ઉર્ફે કંકુડીયો રમેશભાઈ વાદી અને જયંતિ બબાભાઈ વાદીને ફાંસીની સજા સંભળાવી છે.
આ પણ વાંચો : સંતોએ લાજશરમ વેચી મારી, ગુણાતીત સ્વામીના આત્મહત્યાના વિવાદ વચ્ચે સોખડામાં ઉત્સવની તૈયારીઓ શરૂ
શુ બન્યુ હતું
આ પારિવારિક ડખો હતો. નિરમાલી ગામે કિરણ દેવીપુજકની બહેન સંગીતાના લગ્ન મોટીઝેરના મુકેશ દેવીપૂજક સાથે થયા હતા. લગ્ન બાદ તેમને સંતાનમાં ત્રણ બાળકો હતો. પરંતુ સંગીતાબેનને પોતાના ભત્રીજા ગોપી ઉર્ફે લાલા દેવીપુજક સાથે પ્રેમસબંધ બંધાયો હતો. 28 ઓક્ટોબરના રોજ મુકેશભાઈ મજૂરીકામથી બહાર ગયા હતા. તેના બાદ સંગીતાબેન સાંજના સમયે પોતાના પિયર નીરમાલી જવા નીકળી હતી. તે વખતે મોટીઝેર નજીક સંગીતાબેનની એકલતાનો લાભ લઈ કપડવંજ તાલુકાના શિહોરા ગામના જયંતિ બબાભાઈ વાદી તથા લાલા રમેશભાઈ વાદી પોતાની બાઈક પર બળજબરીથી બેસાડી અપહરણ કર્યુ હતું. દિવેલાના ખેતરમાં લઈ જઈ બંને ઈસમોએ તેને નગ્ન કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે ગોપી ઉર્ફે ભલો આ ઘટના નજરોનજર જોઈ ગયો હતો. આ બાદ ત્રણેય શખ્સોે સંગીતાબેનના ગળા ઉપર પગ મુકી તેને મારી નાંખી હતી. તેમજ પુરાવાનો નાશ કરવા લાશને નગ્ન હાલતમાં ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે ખેતરમાં લાશ મળતા પોલીસે તપાસના ઘોડા દોડાવ્યા હતા. જેમાં ત્રણેય આરોપી પકડાયા હતા. પૂછપરછ કરતાં તેઓએ હત્યાનો ગુનો કબૂલ્યો હતો.
આ પણ વાંચો :
Shani Sade Sati: આજથી પાંચ રાશિ પર શનિની પનોતી શરૂ થશે, તો 3 રાશિને મળશે મુક્તિ
Planetary Parade: 1,075 વર્ષ બાદ આકાશમાં સર્જાશે દુર્લભ યોગ, એક લાઈનમાં જોવા મળશે 4 ગ્રહ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે