Home> Gujarat
Advertisement
Prev
Next

એકલવ્ય સ્કૂલના ટ્રેનરની કરતૂતથી શિક્ષણ જગત શર્મસાર; વિદ્યાર્થીનીઓને બતાવ્યો પોર્ન વીડિયો, પછી...

રામોલની એકલવ્ય સ્કૂલના કરાટેના ટ્રેનરે વિદ્યાર્થીનીઓ બ્લ્યુ ફિલ્મ દેખાડતા વિદ્યાર્થિનીઓ વાલીઓ અને ક્લાસ શિક્ષકને જાણ કરતા કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાલીઓને જાણ થતા જ શાળા ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો.

એકલવ્ય સ્કૂલના ટ્રેનરની કરતૂતથી શિક્ષણ જગત શર્મસાર; વિદ્યાર્થીનીઓને બતાવ્યો પોર્ન વીડિયો, પછી...

ઉદય રંજન/અમદાવાદ: આખા શિક્ષણ વિભાગને શરમસાર કરે એવો કિસ્સો અમદાવાદના રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે. રામોલની એકલવ્ય સ્કૂલના કરાટેના ટ્રેનરે વિદ્યાર્થીનીઓ બ્લ્યુ ફિલ્મ દેખાડતા વિદ્યાર્થિનીઓ વાલીઓ અને ક્લાસ શિક્ષકને જાણ કરતા કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાલીઓને જાણ થતા જ શાળા ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો.

fallbacks

બેરોજગારોને બખ્ખાં! આ પાર્કની સ્થાપનાથી ગુજરાતમાં ઊભી થશે હજારો રોજગારીની તકો

સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા રામોલ પોલીસે કરાટેના ટ્રેનર આર્ય દુબે સામે પોક્સો એક્ટ હેઠળની ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે. રામોલની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કરાટે ટ્રેનર છેલ્લા એક વર્ષથી એકલવ્ય સ્કૂલમાં કરાટે ટ્રેનર તરીકે વિદ્યાર્થીનીઓને કરાટે શીખવાડે છે અને દર અઠવાડીયે એક ક્લાસ હોય છે. 

ગુજરાતના ખેડૂત પુત્રો પર ફરી સંક્ટ; એક સાથે બે મોટી આફતો આવશે, જાણો ચોંકાવનારી આગાહી

કરાટેનો જેમાં દિવાળી પહેલા આરોપી આર્ય દુબે એ દીવાળી પહેલા વિદ્યાર્થીનીઓને બ્લ્યુ ફિલ્મ પોતાના મોબાઈલમાંથી અલગ અલગ વિદ્યાર્થીનીઓને દેખાડી હતી અને ઘરે ન કહેવા માટેની ધમકી આપી હતી. ત્યારે રામોલ પોલીસે કરાટેના ટ્રેનર સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી મોબાઈલ કબ્જે કરી આગળની તપાસ શરૂ કરી છે. સરસ્વતીના ધામમાં આ પ્રકારનો કિસ્સો સામે આવતા વાલીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે. 

સ્ટડી વિઝા પર કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મોટો આંચકો આપતા સમાચાર, ખાસ વાંચો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More