Home> Gujarat
Advertisement
Prev
Next

શિવરાત્રિ પહેલા મરણચીસો ગુંજી : દ્વારકા જતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 2 ના મોત

Accident News : દાદરાનગર હવેલીમાં એસટી બસે કચડી નાખતા બે લોકોના મોત... ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોન્ગ સાઈડમાં ઘૂસી.. તો સુરેન્દ્રનગરમાં ડમ્પરે અડફેટે લેતા મહિલાનું મોત... 

શિવરાત્રિ પહેલા મરણચીસો ગુંજી : દ્વારકા જતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 2 ના મોત

Accident News : મહાશિવરાત્રિ પહેલા ગુજરાતના રસ્તાઓ પર મરણચીસો ગુંજી ઉઠી છે. આજે મંગળવારે વિવિધ અકસ્માતો સર્જાયે છે. દાદરાનગર હવેલીમાં એસટી બસે કચડી નાખતા બે લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગરમાં ડમ્પરે અડફેટે લેતા મહિલાનું મોત નિપજ્યું છે. તો બીજી બાજું પોરબંદરમાં યાત્રાળુઓથી ભરેલી બસને અકસ્માત થયા 2 શ્રદ્ધાળુઓના મોત થયા છે. 

fallbacks

યાત્રાળુઓ ભરેલી બસને નડ્યો અકસ્માત
પોરબંદર જિલ્લાના કુછડી ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. તો 15 કરતા વધારે યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. કર્ણાટકની બસ યાત્રાળુઓને લઇને દ્વારકા દર્શને જતી હતી. ત્યારે રાત્રિના ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 

સુરેન્દ્રનગરમાં 36 કલાકમાં 11 લોકોના ડમ્પરના અડફેટે મોત
સુરેન્દ્રનગરમાં બહુચર હોટલ નજીક ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લીધી છે. એક્ટિવા ચાલક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. અડફેટે લઇને ડમ્પર ચાલક ફરાર થયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પી.એમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાઇવે પર અકસ્માતને લઈ ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે, આ જિલ્લામાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. છેલ્લાં 36 કલાકમાં 11 લોકોના ડમ્પર અડફેટે મોત થયા છે. બેફામ દોડતા ડમ્પરો પર લગામ ક્યારે તે સળગતો સવાલ છે. 

ટ્રક નીચે આવી મહિલા
ગત રોજ બનાસકાંઠાના ડીસાના રાજમંદિર સર્કલ પાસે જોખમ નગર જવાના રસ્તા પર ટ્રક નીચે આવી જતા મહિલાનું મોત નિપજ્યું હતું. ધરતી રેસીડેન્સમાં રહેતી મહિલા ટ્રકની નીચે આવી જતા ઘટના સ્થળે મોત નિપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ફરાર થયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા છે. મૃતક મહિલાની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સમગ્ર ઘટનાને પગલે ડીસા દક્ષિણ પોલીસે વધુ તપાસ ધરી છે. 

વલસાડમાં એસડી બસે 2 લોકોને કચડ્યા 
વલસાડમાં એસટી બસે મોપેડ ચાલકને અડફેટે લેતા 2 ના મોત નિપજ્યા છે. દાદરા નગર હવેલીના દાદરા ગાર્ડન નજીક આ ઘટના બની હતી. સેલવાસથી વાપી તરફ આવી રહેલી એસટી બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ બેકાબુ બની રોંગ સાઈડમાં ઘુસી હતી. જેથી સામેથી આવતા મોપેડને ટક્કર મારતા લવાછા ગામના બે લોકોના મોત નિપજ્યા છે. ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી છે. લોકોનું ટોળું એકઠું થતાં માહોલ ગરમાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More