Home> Gujarat
Advertisement
Prev
Next

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ : 9 એપ્રિલે કમલમ ઘેરવાની કરણી સેનાના રાજ શેખાવતની ચીમકી

Parsottam Rupala : કરણી સેનાના રાજ શેખાવતે 9 એપ્રિલે કમલમનો ઘેરાવ કરવાની આપી ચીમકી....રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિયો કેસરિયા ઝંડા સાથે કમલમનો ઘેરાવ કરશે તેવો શેખાવતનો દાવો

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ : 9 એપ્રિલે કમલમ ઘેરવાની કરણી સેનાના રાજ શેખાવતની ચીમકી

Karni Sena : રૂપાલાને રાજકોટની બેઠક પરથી હટાવવા હવે ક્ષત્રિયો માટે વટનો સવાલ બની ગયો છે. વિવાદમાં આગ હવે ગુજરાતના ગામેગામ પહોંચી છે. ત્યારે હવે આ આગ ભાજપ કાર્યાલય કમલમ સુધી પહોંચવાની છે. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કમલમના ઘેરાવની ચીમકી આપી છે. રાજ શેખાવતે 9 એપ્રિલે ગાંધીનગરમાં કમલમને ઘેરવાની ચીમકી આપી છે. કરણી સેના ક્ષત્રિયો કેસરિયા ઝંડા સાથે કમલમનો ઘેરાવ કરશે.

fallbacks

જય માતાજી, સર ફરોસી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈં. સમય આવી ગયો છે સ્વાભિમાન માટે, માન સન્માન માટે ક્ષત્રિયોએ ઈતિહાસ રચ્યા છે. લોકતંત્રમા રાજકીય વ્યક્તિ જાણી જોઈને ટિપ્પણી આપણા સમાજ અને મહાપુરુષો અને માતૃશક્તિ માટે કહી રહ્યા છે. સતત વિરોધ પ્રદર્શન થતા પણ ભાજપ સમાજની માનને ન્યાય આપતી નથી. હવે આપણે સૌ સાથે મળી ગુજરાત પ્રદેશ, ભાજપ, કમલમ ખાતે ભેગા થઈશું. 9 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે કમલમનો ઘેરાવો કરવામાં આવશે, જેમાં તેમણે ભાજપના કાર્યાલય પર કેસરિયા ઝંડા અને મજબૂત દંડા સાથે સમાજને આવવા કહ્યું છે. આ ઉપરાંત જેને જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ આપવામાં આવશે. જેને જે સમજવુ હોય તે સમજે. ધરણા પ્રદર્શન, સંમેલન, આક્રોશ રજૂઆત, 9 તારીખે ભેગા થઈશું. આ લડાઈ આપણા સૌની લડાઈ છે. આપણે સૌ સાથે મળીને લડતમાં ભાગીદાર થઈએ. ન્યાય મેળવીને આપણે સૌ, મસાજના માન સન્માન અને સ્વાભિમાન માટે લડીએ.   

ગેરેજમાં ગુટર ગુ : બંધ ગેરેજમાં ગાડીનું એન્જિન ચાલુ રાખી મોજ કરવામાં ગયો કપલનો જીવ

ડેમેજ કન્ટ્રોલ માટે ભાજપની બેઠક
પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ ખાળવા આજે ફરી ભાજપની બેઠક મળશે. ભાજપના ક્ષત્રિય આગેવાનોની આજે ફરી બેઠક મળશે. ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળશે. જેમાં 9 જેટલા આગેવાનો હાજર રહેશે. તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. 

મનસુખ માંડવિયાનો જૂનો વીડિયો વાયરલ થતા ભાજપમાં એક્શનમાં આવ્યું, ફરિયાદ કરાઈ

પદ્મિનીબા વાળા વિરુદ્ધ અરજી 
રાજકોટમાં પદ્મિનીબા વાળા વિરુદ્ધ અરજી કરાઈ. રાહુલ બગડા નામના વ્યક્તિએ તાલુકા પોલીસ ખાતે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધવા અરજી કરાઈ. પદ્મિનીબા વાળાના વાયરલ ઓડિયો ક્લિપ બાબતે ફરિયાદ કરાઈ છે. જેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. પદ્મિનીબાના સ્ટેટમેન્ટના કારણે 2 જ્ઞાતિ વચ્ચે ઘર્ષણ ઉભું થાય તેવું વાતાવરણ બન્યું હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો. 
 
લલિત વસોયાનો જવાબ
પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈને લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું કે, ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા ભાજપના કોંગ્રેસ પર ખોટો આરોપ છે. ભાજપ સમાજ સમાજ વચ્ચે ભાગલા પાડી રાજનીતિ કરે છે. પરસોતમ રૂપાલા ઈરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. પ્રશાંત કોરાટના આરોપ પર લલિત વસોયાએ પલટવાર કર્યો. તેમણે કહ્યું કે, પ્રશાંત કોરાટે કરેલ નિવેદન શરમજનક છે. કોંગ્રેસે નહીં ભાજપના આગેવાનોએ ભાગલા પાડ્યા. 

ગેરકાયદે અમેરિકા જનારા ગુજરાતીની દુર્દશા! ગુજરાતી માલિકે મહેસાણાના કામદારને માર્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More