Home> Gujarat
Advertisement
Prev
Next

મહા વાવાઝોડાનું સંકટ ટળતા હવે સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો યોજાશે, જાહેર થઈ તારીખ

મહા વાવાઝોડાના પગલે કેન્સલ કરાયેલ ગીર સોમનાથ (Somnath) નો કાર્તિકી પૂનમનો હવે ફરીથી યોજાશે. 11થી 15 નવેમ્બર દરમિયાન કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરાયું છે. વાવાઝોડું (maha cyclone) દરિયામાં સમી જતા આ કાર્તિકી પૂર્ણિમાના મેળાનું ફરીથી આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથમાં થનારો કાર્તિકી પૂર્ણિમાનો મેળો વિશ્વભરમાં પ્રખ્યાત છે.

મહા વાવાઝોડાનું સંકટ ટળતા હવે સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો યોજાશે, જાહેર થઈ તારીખ

અમદાવાદ :મહા વાવાઝોડાના પગલે કેન્સલ કરાયેલ ગીર સોમનાથ (Somnath) નો કાર્તિકી પૂનમનો હવે ફરીથી યોજાશે. 11થી 15 નવેમ્બર દરમિયાન કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરાયું છે. વાવાઝોડું (maha cyclone) દરિયામાં સમી જતા આ કાર્તિકી પૂર્ણિમાના મેળાનું ફરીથી આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથમાં થનારો કાર્તિકી પૂર્ણિમાનો મેળો વિશ્વભરમાં પ્રખ્યાત છે.

fallbacks

‘મહા’ વાવાઝોડું હવે ગુજરાતને નહિ પજવે, હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, સોમનાથ ખાતે યોજાવાનો કાર્તિકી પૂનમનો મેળો ૧૧ તારીખથી ૧૫ નવેમ્બર સુધી યોજાશે. મહા વાવાઝોડાને ધ્યાને રાખી આ સાંસ્કૃતિક મેળો રદ કરવામાં આવ્યો હતો. પરંતુ વાવાઝોડાના સંકટથી વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લેતા હવે 11 નવેમ્બરથી મેળો શરૂ કરાશે. આ લોકમેળામાં કાર્તિકી પુનમના દિવસે અનોખો સંયોગ યોજાય છે, જેના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભાવિકો સોમનાથ દર્શને આવતા હોય છે. 

શાકભાજીના ભાવમાં છપ્પરફાડ વધારો, જુઓ માર્કેટમાં કેવા ભાવ વેચાઈ રહી છે...

વર્ષ 1955થી સતત સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પારંપરિક સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે.દર વર્ષે કાર્તિકી મેળાનું સોમનાથ મંદિર દ્વારા આયોજન કરવામાં આવે છે. આ મેળા માટે મંદિર મોડી રાત સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. મોડી રાતે મહાદેવની મહાઆરતી કરવામાં આવતી હોય છે. આ મેળામાં સૌરાષ્ટ્રનાં લાખો લોકો હાજર રહે છે. ડાયરાથી માંડીને વિવિધ આયોજનો પણ કરવામાં આવે છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More