પ્રશાંત ઢીવરે/સુરત: આગામી દિવસોમાં સુરત સહિત કેટલાક શહેરોમાં તાપમાન ૪૨-૪૫ ડિગ્રી પહોંચવાની આગાહી છે. કલેકટર સાથે યોજાયેલી બેઠક બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યોને સૂચના આપી છે.રાજ્યમાં વધતા તાપમાન અને લૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓના આચાર્યોને સૂચના આપવામાં આવી છે. જેમાં લૂની સ્થિતિમાં શાળાઓ પોતાની રીતે શાળાના સમયમાં પોતાની રીતે ફેરફાર કરી શકશે તેવી સૂચના આપવામાં આવી છે.હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન વધુ વધવાની શક્યતા દર્શાવી છે.
ગરમી વચ્ચે મોટો ખતરો! આ 22 રાજ્યોમાં ભારે વરસાદ, તોફાની પવન અને વીજળી પડવાનું એલર્ટ
સુરત સહિત કેટલાક શહેરોમાં ગરમીનો પારો ૪૨-૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળાઓને સમયપત્રકમાં ફેરફાર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ૧૫ માર્ચે કલેકટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ હટ એકશન ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હીવવેવની પૂર્વતૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્કૂલના બાળકોને ગરમીથી બચાવવા અંગે ચર્ચા કરાયા બાદ આ નિર્ણય લેવાયો હતો.
મિલકતની લાલચમાં સગો ભાઈ નાના ભાઈનો વેરી બન્યો! રહસ્ય છુપાવવા કર્યો કાંડ, પણ ઉંધો...
આ ઉપરાંત ગરમીથી બચવા શું કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવા માટે પણ શાળાઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શાળાના આચાર્ય શાળા સવારે વહેલી શરુ કરી શકે છે અથવા તો બપોરની શિફ્ટનો સમય પણ બદલી શકે છે. તે અંગેનો નિર્ણય શાળાના આચાર્યો પર છોડવામાં આવ્યો છે.
કોલેસ્ટ્રોલ વધતા પહેલા શરીર ચીસો પાડીને આપે છે આ 5 સંકેત! ખાસ જાણો નહીં તો પસ્તાશો
મહત્વની વાત એ છે કે ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે સુરત શહેરમાં ઝાડા ઉલટી તાવ સહિતના કેસોસમાં પણ વધારો નોંધાયો છે ગત મહિનાની સરખામણીએ આ મહિને ઝાડા ઉલટી તાવ ના કેસોમાં ભમનો વધારો નોંધાયો છે. ખાસ કરીને નાના બાળકો ઝાડા ઉલટીતાઓને બીમારીમાં સપડાઈ રહ્યા છે. ત્યારે જિલ્લા કલેકટરે અગાઉથી જ બાળકોની સલામતીને ધ્યાનમાં રાખી લૂની પરિસ્થિતિમાં પોતાની રીતે સમયમાં ફેરફાર કરી શકશે તેવી સૂચના આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે