Home> Gujarat
Advertisement
Prev
Next

પેપરલીક કાંડ મુદ્દે કેજરીવાલ અને ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર લગાવ્યો સૌથી મોટો આરોપ

Paper Leak News Live Update: પેપર લીકની ઘટનાને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને દિલ્હીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે.

પેપરલીક કાંડ મુદ્દે કેજરીવાલ અને ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર લગાવ્યો સૌથી મોટો આરોપ

Paper Leak News Live Update: રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે 9 લાખ 53,000થી વધુ ઉમેદવારોની મહેનત પાણમાં ગઈ છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. 

fallbacks

પેપર લીકની ઘટનાને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને દિલ્હીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે. જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં શા માટે લગભગ દરેક પરીક્ષાનું પેપર લીક થાય છે? કરોડો યુવાનોનું ભવિષ્ય બર્બાદ થયું છે.. 

ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ગજબ! પેપર નહીં ઉમેદવારોની કિસ્મત ફૂટી છે! ભરોસાની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે લાગેલ બેનરોથી ઉમેદવારો અને એમના માતા-પિતા ફરી ભરોસો કરીને 99થી વધારીને 156 સીટો આપી. પરંતુ ભાજપે ફરી કૌભાંડો અને પેપર ફોડવાનું શરુ કરી દીધું! પંજાબમાં આરોગ્ય મંત્રીએ એક ટકો કમિશન માંગ્યું હતું.

આ પરીક્ષા માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં તૈનાત કરવામાં આવ્યો હતો. વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી પોતાના મુળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી.બસમાં વિનામુલ્યે પ્રવાસ કરી શકશે. જે માટે ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર (કોલલેટર અથવાહોલ ટિકિટ)અને એસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી.બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More