Home> Gujarat
Advertisement
Prev
Next

ભાવનગરના ‘ખાદી ફેશન શો’માં પહોંચી આ સેલિબ્રિટિ, ફેશન શોમાં કર્યું રેમ્પ વોક

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી વર્ષગાંઠ પ્રસંગે એક મેગા ઇવેન્ટ આજે શહેરનાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં ‘ખાદી ફોર ધ ફેશન ખાદી ફોર ધ નેશન’ને અનુસરીને ખાદી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું

ભાવનગરના ‘ખાદી ફેશન શો’માં પહોંચી આ સેલિબ્રિટિ, ફેશન શોમાં કર્યું રેમ્પ વોક

ભાવનગર: ભાવનગરનાં ઇનર વ્હીલ કલબ દ્વારા 50 બહેનોને પગભર કરી મહિને 7 હજાર કમાઇ શકે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાદીના ડીઝાઇનર વસ્ત્રોનો મેગા શો યોજવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધીજીની 150મીં જન્મજયંતિ નિમિતે કલબ દ્વારા ખાદીના ડીઝાઇનર વસ્ત્રોનો મેગા શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

fallbacks

વધુમાં વાંચો: વિશ્વના પ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં યોજાયો ઉત્તરાર્ધ મહોત્સવ

સેવાની ભાવના સાથે કામ કરી રહેલી શહેરની ઇનર વ્હીલ કબલ ઓફ ભાવનગર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી વર્ષગાંઠ પ્રસંગે એક મેગા ઇવેન્ટ આજે શહેરનાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં ‘ખાદી ફોર ધ ફેશન ખાદી ફોર ધ નેશન’ને અનુસરીને ખાદી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી 50 બહેનોને પગભર કરવા રૂા. 7 લાખના ચરખા વિતરણ કરવામાં આવ્યા હતા. ઇનર વ્હીલ કલબ ઓફ ભાવનગર દ્વારા ખાદીને પ્રમોટ કરવા માત્ર ખાદીના ડીઝાઇન કરેલા વસ્ત્રો ધારણ કરીને શહેરની નામાંકીત વ્યકિતઓ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમમાં સ્ટેજ ઉપર વોક કરીને જનતાને ખાદી તરફી પ્રેરણાત્મક સંદેશો આપ્યો હતો.

fallbacks

વધુમાં વાંચો: પ્રેમમાં અસફળ યુવકે ફેસબુક પર ફેક આઇડી બનાવી યુવતીના અશ્લીલ ફોટો અપલોડ કર્યા

આજે ખાદીને માત્ર જાડુ કપડુ માનવામાં આવે છે. એવુ નથી ખાદીમાં અનેક નવીનીકરણ થઇ રહ્યા છે. ગરમીમાં ઠંડક આપતુ કાપડ છે. તો લોકો ખાદી તરફ આકર્ષાઇને પહેરતા થાય તેવા પ્રયત્નો કલબની બહેનો ભારે જહેમત ઉઠાવીને કરી રહ્યા છે. આ મેગા ઇન્વેટમાં જાણીતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ અંજલી મહેતા (નેહા મહેતા) ખાસ ઉપસ્થિત રહી સ્ટેજ શોમાં ભાગ લીધો હતો. તેમજ ભાવનગર ઇનરવ્હીલ ડિસ્ટ્રીકટના ડ્રિસ્ટ્રકટ ચેરમેન મમતા દેસાઇ પણ વલસાડથી પધારીને ખાદીના વસ્ત્રો ઘારણ કરીને સ્ટેજ વોક કર્યું હતું.

fallbacks

વધુમાં વાંચો: રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર, એક જ દિવસમાં 44 કેસ પોઝિટીવ નોધાયા

ઇનર વ્હીલ કલબ ઓફ ભાવનગર દ્વારા મેઘા ઇવેન્ટ ખાદી ફેશન શો એટલે આપણા પ્રધાનમંત્રીનુ સુત્ર ‘ખાદી ફોર ધ ફેશન ખાદી ફોર ધ નેશન’ને અનુસરીને શહેરનાં ઝવેરચંદ મેઘાણી ઓડિયોરિયમ હોલમાં ફેશન શો યોજવામાં આવ્યું હતું. જેમાં શહેરની નામાંકિત વ્યકિતઓ ખાદીના વસ્ત્રો ધારણ કરીને સ્ટેજ વોક કરી અને ખાદી પ્રત્યે પોતાની લાગણી વ્યકત કરી હતી. ખાદીનું ઉત્પાદન પુણી કાંતવાના નાના ચરખાથી માંડી કાપડ બનાવવાના મોટા ચરખાથી થાય છે. આ કામ કરવું એક કલા છે. જેનુ જ્ઞાન શહેરના કારીગરો પાસે છે. આ કલા ભાવનગર શહેર તથા આજુબાજુના વિસ્તારોની જરૂરતમંદ બહેનોને શીખવાડવામાં આવશે.

fallbacks

વધુમાં વાંચો: એશિયાના સૌથી મોટા રોપવે પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં શરૂ, હેલીકૉપટરથી કામ શરૂ

જેમા બહેનો તેમનો પરિવાર ખાદીનું ઉત્પાદન કરી પોતાનો રોજગાર મેળવી કુટુંબ, પોતાનુ ભરણ પોષણ કરી શકે તેવી યોજના ઇનર વ્હીલ કલબ દ્વારા થઇ રહી છે. આ ફેશન શોથી જે અનુદાન મેળવી શકાશે તેમાથી 50 જરૂરીયાતમંદ બહેનોને રૂા.14000નો એક ચરખા લેખે રૂપિયા 7 લાખના ચરખા ડોનેટ કરવામાં આવશે. તેમજ દરેક બહેનોને 3 માસની ટ્રેનીંગ આપી કાચોમાલ શહેરનાં ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા જ આપવામાં આવશે. અને તૈયાર થયેલો માલ ગાંધી સ્મૃતિ પાછો લઇ લેશે. જેનાથી બહેનો 7થી 8 હજાર રૂપીયા કમાઇ કરી પોતાના કુટુંબનુ ભરણ પોષણ કરી શકશે.

fallbacks

વધુમાં વાંચો: એઇમ્સ બાદ રાજકોટને મળી બીજી મોટી ભેટ, કેન્દ્રીય મંત્રી માંડવિયાની જાહેરાત

ફેશન શોની તૈયારી રૂપે દરેક વયજૂથના બાળકોથી માંડીને સ્ત્રી, પુરૂષો, યંગસ્ટર્સ આ ઇવેન્ટને સફળ બનાવવા દરેકને પોતાના કાર્યમાં વ્યસ્તતા હોવા છતા સમય કાઢીને સમયનો અનુદાન આપેલ. જેના માટે કલબ પ્રેસીડેન્ટ ડો.લક્ષ્મી ગુરૂમુખાણી, ઇવેન્ટ ચેરમેન ડો.કૈરવી જોષી અને તેમની ટીમ ભારે જહેમત ઉઠાવી હતી. આ ફેશન શો માટે જાણીતા કોરિયોગ્રાફર ચાર્મી ગોસ્વામી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More