Home> Gujarat
Advertisement
Prev
Next

આશાબેનની આશા ફળી! જેનું કોઈ નથી તેના ખજૂરભાઈ છે, 4 મહિના પહેલાં આપેલું વચન પુરું કર્યું

બોટાદના ગઢડા શહેરમાં રહેતી એક મહિલા છેલ્લા 7 વર્ષ પહેલા પડી જતા તેઓ પથારીવશ છે. આ બાબતની જાણ ખજુરભાઈને થતા તેઓ ગઢડા આવી પહોંચ્યા હતા. અને મહિલાને એર કુલર, એર ગાદલા સહિતની ચીજ વસ્તુઓ આપી હતી.

આશાબેનની આશા ફળી! જેનું કોઈ નથી તેના ખજૂરભાઈ છે, 4 મહિના પહેલાં આપેલું વચન પુરું કર્યું

રઘુવીર મકવાણા/બોટાદ: ગઢડાના આશાબેનની આશા ફળી છે. 4 મહિના પહેલાં ખજૂરભાઈએ બહેનને મકાન બનાવી આપવાનું આપેલું વચન પૂરૂ કર્યું છે, ખજુરભાઈએ નવા મકાનમાં પૂજા-અર્ચના કરી આશાબેનને ગ્રૃહ પ્રવેશ કરાવ્યો છે. આજે મોટી સંખ્યામાં લોકો ખુજર ભાઈને જોવા ઉમટી પડ્યા હતી.

fallbacks

fallbacks

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ બોટાદના ઝાંપે વિસ્તારમાં આશાબેન શેખ કે જેઓ 7 વર્ષ પહેલા પડી જતા તેમને મણકા તુટી ગયા હતા અને પેરેરીસ આવેલ જેથી તેઓ માંદગીની પથારીમાં હતા. આશાબેન પોતાના ખાટલા પર સાડીના લીરા કરીને ઉપર બાંધીને તે બેસતાં હતાં. આમ સાત વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમજ તેમના માતા પિતા અને ભાઈનું નિધન થતા હાલ તે એકલા જ રહે છે. 

fallbacks

આશાબેન પોતાના સગા સંબંધી તેમજ સંસ્થાઓ તેમજ આગેવાનો પાસે અનેકવાર મદદ માંગી હતી. પરંતુ ક્યાંયથી મદદ મળી નહોતી અને આખરે આશાબેને ખજુરભાઈને ફોન કરતા ખજુરભાઈ ગઢડા દોડી આવ્યા હતા અને તેમને મકાન બનાવી આપવાનું વચન આપેલ હોય ત્યારે છેલ્લા ઘણા દિવસથી આશાબેનના મકાનનું કામ શરૂ હતું. જેમાં પાકું બાંધકામ વાળું મકાન આજે બનાવી આપેલ હતું. 

fallbacks

તેમજ સાથે ઘરમાં હનુમાનજી દાદાનું મદિર હતું તે પણ બનાવી આપ્યું છે. એટલે આજે નવા મકાનનો ગુહ પ્રવેશ હતો. જેમાં ધામ ધૂમથી પ્રવેશ અપાવ્યો હતો. ઘરની અંદર ટીવી, રસોડાનો સામાન સહિતની વસ્તુઓ મુકવામાં આવી છે. આશાબેનને નવું મકાન મળતા ખુબ જ આનંદ જોવા મળ્યો હતો. તેમજ ખજુરભાઈના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More