Home> Gujarat
Advertisement
Prev
Next

લેખકના હાથમાં કલમ શોભે, પણ બાળપણમાં ખલીલ દાંતરડાથી કવિતાઓ લખતા

લેખકના હાથમાં કલમ શોભે, પણ બાળપણમાં ખલીલ દાંતરડાથી કવિતાઓ લખતા
  • ખલીલ ધનતેજવી શરૂઆતના કાળમાં પોતાના મનમાં આવતી પંક્તિઓ થોરના પાન પર લાકડી વડે લખી રાખતા હતા
  • વર્ષમાં એકાદ વખત તેઓ પોતાના ગામ ધનતેજમાં આવતા, ત્યારે આ બિસ્માર ઘરની મુલાકાત અવશ્ય લેતા
  • ખલીલ ધનતેજવીનું બાળપણ અને યુવાની ખૂબ સંઘર્ષપૂર્ણ અને પડકારજનક રહ્યું હતું

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :ખલીલ ધનતેજવીના નામ અને તેજથી કોઈ અજાણ નથી. ગુજરાતી સાહિત્ય જગતના બિગબી કહેવાતા ખલીલ ધનતેજવી (khalil dhantejvi) નું ગતરોજ વડોદરા ખાતે નિધન થયું હતું. ત્યારે ઝી 24 કલાકની ટીમે ખલીલ ધનતેજવીના માદરે વતન સાવલી તાલુકાના ધનતેજ ગામની મુલાકાત લઈ તેમના નજીકના લોકો અને જીગરજાનમિત્રો સાથે વાત કરી હતી. જ્યાં ખલીલ ધનતેજવીના જન્મ અને અભ્યાસના સ્થળોની માહિતી મળી હતી.  

fallbacks

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું ધનતેજ ગામમાં ખલીલ ધનતેજવીનો વર્ષ 1935 માં જન્મ થયો હતો. જિલ્લાની સરહદે આવેલું ધનતેજ ગામ આમ તો કુદરતી સાધન સંપત્તિ અને ઐતિહાસિક વારસો ધરાવતું અંદાજિત 3000ની વસ્તી ધરાવે છે. ખલીલ ધનતેજવી આ ફાની દુનિયામાંથી વિદાય લેતા આખું ધનતેજ ગામ શોકમગ્ન બન્યું છે. ખલીલ ધનતેજવીનું સાચું નામ ઈબ્રાહિમ મકરાણી હતું. પરંતુ તેમના દાદા તાજમહમંદ દ્વારા ખલિલ નામનો શિરપાવ આપવામાં આવ્યો હતો. ખલીલ ધનતેજવીનું બાળપણ અને યુવાની ખૂબ સંઘર્ષપૂર્ણ અને પડકારજનક રહ્યું હતું. તેમના બાળપણના મિત્ર નજીર મહંમદ સાથે ઝી કલાકે વાત કરી તો જાણવા મળ્યું કે કેવી રીતે ખલીલ એક ખેડૂતમાંથી ઊંચા ગજાના સાહિત્ય અને ગઝલકાર બન્યા. 

આ પણ વાંચો : બરફના ટુકડાને ગરદનના આ ભાગ પર મૂકો, 4 મિનિટ પછી જુઓ આશ્ચર્યજનક ફાયદા

ખલીલ ધનતેજવીના મિત્રો અને ગ્રામજનોએ જણાવ્યું કે, ખલીલ ધનતેજવી ખેતીકામમાં ખૂબ જ હોશિયાર હતા. તેઓ 3 લોકોનું આખા દિવસનું કામ એકલા જ ગણતરીના કલાકોમાં પૂરું કરી નાખતા હતા. તો વળી એક મિત્રએ મગફળીના ખેતરમાંથી ખાવા માટે મગફળીની ચોરી પણ સાથે કરતા હોવાની વાત કરી હતી. ખલીલ ધનતેજવી શરૂઆતના કાળમાં પોતાના મનમાં આવતી પંક્તિઓ થોરના પાન પર લાકડી વડે લખી રાખતા હતા. બાળપણમાં કવિ ખલીલના હાથમાં હંમેશા દાતરડું રહેતું હતું. કારણ કે તેમને ખેતી કામનો ભારે શોખ હતો. લેખકના હાથમાં કલમ હોવી જોઈએ, ત્યારે ખલીલ ધનતેજવી દાંતરડાથી કવિતાઓ લખતા.

fallbacks

ખલીલ ધનતેજવીના બાળપણનું ઘર ધનતેજ ગામમાં આવેલું છે, તેની હાલની સ્થિતિ ખૂબ જ જર્જરિત છે. વર્ષમાં એકાદ વખત તેઓ પોતાના ગામ ધનતેજમાં આવતા, ત્યારે આ બિસ્માર ઘરની મુલાકાત અવશ્ય લેતા હતા. ગામના સૂફી સંત હઝરત હાજી નિઝામુદ્દીન બાવાના ઉર્સની ઉજવણીના પ્રસંગે દર વર્ષે ખલીલ અચૂક ગામમાં આવતા હતા. આ જ ગામમાં આવેલ ધનતેજ પ્રાથમિક શાળામાં તેઓએ ધોરણ-4 સુધી અભ્યાસ કર્યો હતો. જો કે હાલ એ શાળાની હાલત પણ ખૂબ જ જર્જરિત છે. ખંડેર બની ગયેલ આ શાળામાં ખલીલ ધનતેજવીએ ધોરણ 4 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ પરિવાર નું ભરણ પોષણ કરવા માટે અભ્યાસ છોડી ખેતી કામે જતા થયા હતા.

આ પણ વાંચો : રસી સાથે સોનુ ફ્રી : ગુજરાતના આ શહેરમાં એક ઓફરથી વેક્સીન લેનારાઓની લાંબી લાઈન લાગી 

ખલીલ ધનતેજવીના ધનતેજ ગામના ગ્રામજનો તેમના અવસાનથી વ્યથિત અને દુઃખી છે. ગ્રામજનો માંગણી કરી રહ્યા છે કે, જ્યારે ખલીલ ધનતેજવીના નામથી જ ગામ ઓળખાય છે. ગામમાં તેમનુ સ્મારક બનાવવામાં આવે. 

fallbacks

ખલીલ ધનતેજવી હમણાં થોડા મહિના પહેલા જ પોતાના માદરે વતન ધનતેજ ગામ ખાતે આવ્યા હતા. તેમના પરિવારજનથી પણ વિશેષ જેમને તેઓ માનતા હતા તેવા જીગરજાન મિત્ર અહેમદભાઈને મળવા માટે તેઓ આવ્યા હતા. અહેમદભાઈ ખલીલ ધનતેજવીના સૌથી નજીકના મિત્ર છે. બાળપણ અને યુવાનીના વર્ષોનો અને તેમના કાર્યકાલનો સૌથી વધુ સમય કવિ ખલીલની નજીક રહ્યા હતા. અહેમદભાઈ અને કવિ ખલીલ પોતાના સુખ દુઃખ અને પરિવારિક સમસ્યાઓ વિશે પણ સાથે ચર્ચા કરતા.

આ પણ વાંચો : જાદુના જાણીતા સમ્રાટ જુનિયર કે. લાલનું કોરોનાથી નિધન  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More