યોગીન દરજી/ખેડા: ખેડા જિલ્લામાં આવેલા ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક એક લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. સેવાલિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને મૃતકોની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. અકસ્માતને પગલે માર્ગ ઉપર ટ્રાફિકજામ થતાં પોલીસ ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.
અંબાવ ગામ પાસે ભયજનક વળાંકમાં લક્ઝરી બસ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ખાનગી લક્ઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો , જેના કરાણે ઘટના સ્થળ પર જ પાંચ લોકોના મોત થયા હતા. જેથી ડાકોર સેવાલિયા રોડ પર ટ્રાફિક જામની સ્થિતિનું સર્જન થયું હતું.
ઘટનાની જાણ થતા આજુબાજુના ગામના લોકોના ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા. સેવાલિયા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતકોને પીએમ અર્થે મોકલવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ મૃતકોના મોબાઇલ અને જરૂરી દસ્તાવેજો કબ્જે કરીને ઓળખ કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવાર ગોધરાનું હોવાનું બહાર આવ્યું છે. પટેલ પરિવારના સભ્યો વડતાલથી દર્શન કરી પરત જતા હતા તે સમયે બનેલી ઘટનામાં 5 લોકોના મોત થયા છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે