Home> Kheda
Advertisement
Prev
Next

એક જાણીતા બિલ્ડર સાથે એવું શું થયું કે હવામાં કરવું પડ્યું ફાયરિંગ! ખેડાના સેવાલિયામાં સરાજાહેર ફાયરિંગ

ખેડા જીલ્લામાં બિલ્ડરે જાહેરમાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ગળતેશ્વર તાલુકાનાં સેવાલિયામાં બની હતી. જેમાં અમીર હમજા રેસીડેન્સીનાં રહીશોએ રસ્તાને લઈ બિલ્ડરને રજૂઆત કરી હતી. 

એક જાણીતા બિલ્ડર સાથે એવું શું થયું કે હવામાં કરવું પડ્યું ફાયરિંગ! ખેડાના સેવાલિયામાં સરાજાહેર ફાયરિંગ

નચિકેત મહેતા/ખેડા: ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલિયામાં ગત રાત્રે એક બિલ્ડર દ્વારા હવામાં ફાયરિંગ કરતા દોડધામ મચી જવા પામી હતી. 

fallbacks

અરબી સમુદ્રમાં બનશે વાવાઝોડું! પવનની પેટર્ન બદલાશે, ગુજરાત સહિત આ રાજ્યોમા થશે વરસાદ

ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલિયામાં આજે રાત્રે બિલ્ડર બેફામ બનતા સામાન્ય બાબતે પોતાની પાસે રહેલી રિવોલ્વર માંથી ચારથી પાંચ રાઉન્ડ જેટલું ફાયરિંગ કરતા દોડધામ મચી જવા પામી હતી સેવાલિયામાં આવેલી kgn સોસાયટી પાસે આવેલી આમિર હમજા રેસીડેન્સીનું કામ ચાલી રહ્યું છે. નવી બનતી આ રેસિડેન્સીમાં અવરજવર રસ્તા માટે kgn સોસાયટીના રહીશો પાસે નવી બનતી રેસીડેન્સી ના બિલ્ડરને માથાકૂટ થઈ હતી.

ગુજરાતથી કુંભ માટે વધુ 3 વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત; કયા સ્ટેશનને મળશે લાભ? જાણો

સામાન્ય માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અમીર હમજા રેસીડેન્સીના બિલ્ડર પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી ચારથી પાંચ જેટલા રાઉન્ડ ફાયરિંગ કરતા kgn સોસાયટીના રહીશોમાં નાશ ભાગ મચવા પામી હતી. તદ ઉપરાંત આ બિલ્ડરના મરતિયાઓ દ્વારા સોસાયટીના રહીશોના વિહિકલોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 

સવાર સવારમાં બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, ગુજરાત સહિત તમારા શહેરમાં શું છે લેટેસ્ટ ભાવ

સામગ્ર બાબતની જાણ થતા ખેડા એલસીબી એસઓજી અને નડિયાદ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ગંભીર ઘટનાને ધ્યાને રાખી પોલીસે kgn સોસાયટીના રહીશોની ફરિયાદ લઈ આમિર હમજા સોસાયટીના માલિકો હાજી શકીલ અને તેના મરતીયાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા.

એક યુવાન અને સગીરે યુટ્યુબ ચેનલ પરથી શીખ્યો ડુપ્લિકેટ દારૂ બનાવવાનો ઉપાય, અને પછી...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More