Home> Gujarat
Advertisement
Prev
Next

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સોનાની દાનની સરવાણી વહી; અમદાવાદના પરિવારે મનોકામના પૂર્ણ થતા કર્યું સોનાનું દાન

​​​​​સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે લાખો લોકો દર્શન કરે છે. ભાદરવી પૂનમે મા અંબાના મેળાનું વિશેષ મહત્વ હોય છે. 

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સોનાની દાનની સરવાણી વહી; અમદાવાદના પરિવારે મનોકામના પૂર્ણ થતા કર્યું સોનાનું દાન

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: ગુજરાત સહિત સમગ્ર ભારતના મંદિરોમાં અઢળક રૂપિયો અને સોનું દાન સ્વરૂપે આવે છે. અહીં શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થતાં જે તે ભગવાનને પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરવાનો રિવાજ છે. ત્યારે ખેડાબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં એક શ્રદ્ધાળુ દ્વારા માતાજીને સોનાનો હાર અર્પણ કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે અમદાવાદના એક પરિવારની મનોકામના પૂર્ણ થતાં ખેડબ્રહ્મા અંબિકા માતાજીને 48 ગ્રામ સોનાનો હાર અર્પણ કર્યો છે. ચૈત્ર નવરાત્રીથી માતાજીના શણગારમાં આ સોનાનો હાર શોભાયમાન થશે.  

fallbacks

અત્રે નોંધનીય છે કે, ​​​​​સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે લાખો લોકો દર્શન કરે છે. ભાદરવી પૂનમે મા અંબાના મેળાનું વિશેષ મહત્વ હોય છે. 

fallbacks

તમને જણાવી દઈએ કે અંબાજી મંદિરને સુવર્ણથી મઢવા માટે હાકલ કરવામાં આવી છે, જે અંતર્ગત ભક્તો દ્વારા સોનું દાન કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં વસતા મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ અને હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફથી રૂ. 48 લાખની કિંમતનું 1 કિ.લો. સોનું સુવર્ણ શિખર માટે મંદિરને ભેટમાં મળ્યું છે. 

એટલું જ નહીં, યાત્રાધામ અંબાજીમાં મંગળવારે એક એનઆરઆઇ માઇભકતે 100 ગ્રામ સોનું ભેટ આપ્યું હતું. આ એનઆરઆઇ ભક્તે મંગળવારે રૂપિયા 4,90,000નું 100 ગ્રામ સોનું ભેટ ધર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More