Home> Gujarat
Advertisement
Prev
Next

મા અંબાના ચાચરચોક યુવાધન હિલોળે ચઢ્યું, ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી

આજે નવરાત્રિની પુર્ણાહૂતી થઇ, નવરાત્રીની છેલ્લી ગતરાત્રિએ ખેલૈયોથી અંબાજી મંદિરનું ચાચરચોક હિલોળે ચડ્યું હતું. હજારો ખેલૈયાઓ છેલ્લી નવરાત્રીની મનમૂકીને મજા માણી હતી અને ચાચરચોક માં હૈયે થી હૈયું દળાય તેવી ભીડમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવની હતી.

મા અંબાના ચાચરચોક યુવાધન હિલોળે ચઢ્યું, ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી

પરખ અગ્રવાલ, અંબાજી: આજે નવરાત્રિની પુર્ણાહૂતી થઇ, નવરાત્રીની છેલ્લી ગતરાત્રિએ ખેલૈયોથી અંબાજી મંદિરનું ચાચરચોક હિલોળે ચડ્યું હતું. હજારો ખેલૈયાઓ છેલ્લી નવરાત્રીની મનમૂકીને મજા માણી હતી અને ચાચરચોક માં હૈયે થી હૈયું દળાય તેવી ભીડમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવની હતી. એટલું જ નહીં મા અંબાનો ચાચરચોક આજે ખીચોખીચ ભરેલો જોવા મળ્યો હતો ને જાણે આજે ખેલૈયૈઓ માટે નાનો પડતો હોય તેવું લાગી રહ્યું હતું. અંબાજીમાં છેલ્લા નોરતે ગુજરાત જ નહિ પણ અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ ચાચરચોકમાં રમાઈ રહેલા ગરબાની મોજ માણવા માટે પહોંચ્યા હતા.
fallbacks
https://zeenews.india.com/gujarati/gujarat/trishul-ras-play-in-jamnagar-...">ક્યારેય નહી જોઇ હોય પ્રાચીન ગરબાની આ અનોખી પરંપરા, બાળાઓનો ત્રિશુલ રાસ જોઇ સૌ થઇ મંત્રમુગ્ધ

fallbacks

અંબાજીમાં નવરાત્રી પૂર્ણ થયેલી જાહેર કરી હતી ત્યારે આ 9 દિવસમાં એકપણ કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ પણ બનવા પામ્યો ન હતો તેમ મંડળના મહામંત્રી જણાવ્યું હતું. ચોક્કસપણે કહી શકાય કે રાજ્યમાં અનેક જગ્યાઓએ ગરબાની રમઝટમાં મેઘરાજાએ વિલન બની એન્ટ્રી કરતા ગરબાની વ્યવસ્થા ખોરવાઈ હતી. જેને લઈને આજુબાજુના ૩૦ કિલોમીટર વિસ્તારના ગામોના લોકો પણ અંબાજી ખાતે ગરબા જોવા માટે ઉમટ્યા હતા છે. નિર્વિઘ્ને પરિપૂર્ણ થયેલી નવરાત્રીને લઈ માં અંબાનો આભાર માની અને આજે આ નવરાત્રી પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More