Home> Gujarat
Advertisement
Prev
Next

ખોડલધામના સર્વેમાં ભડાકો! નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ ન કરવો જોઈએ: રમેશ ટીલાળા

આજે રાજકોટ ખોડલધામની કારોબારી બેઠક અચાનક રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટી રમેશ ટીલાળાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આજે મળનારી ખોડલધામની કારોબારી બેઠક ભાવનગર, અમદાવાદ અને જૂનાગઢના ટ્રસ્ટીઓ હાજર ન રહેતા બેઠક રદ્દ કરાઈ છે.

ખોડલધામના સર્વેમાં ભડાકો! નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ ન કરવો જોઈએ: રમેશ ટીલાળા

ઝી ન્યૂઝ/અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ હાલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. હાલ નરેશ પટેલ હાર્દિક પટેલને લઈને રાજનીતિમાં જબરદસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલ સ્થાનિક નેતૃત્વથી કંટાળીને કેસરિયા કરશે કે નહીં તેની અનેક ચર્ચાઓ સંકેત વિશે ચર્ચા થઈ રહી છે. તેવામાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજનીતિમાં પ્રવેશવું જોઈએ કે નહીં? કંઈ પાર્ટીમાં જોડાશે જેવા અનેક ચર્ચાઓ થઈ રહી છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી સામે આવી છે કે ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ વાત વચ્ચે રાજકોટમાં પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે.

fallbacks

આજે રાજકોટ ખોડલધામની કારોબારી બેઠક અચાનક રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટી રમેશ ટીલાળાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આજે મળનારી ખોડલધામની કારોબારી બેઠક ભાવનગર, અમદાવાદ અને જૂનાગઢના ટ્રસ્ટીઓ હાજર ન રહેતા બેઠક રદ્દ કરાઈ છે. રમેશ ટીલાળાએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ ન કરવા જણાવ્યું છે. તેમણે સર્વેનો હવાલો આપીને નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ ન કરવો તેવો પ્રતિભાવ આપતા રાજનીતિ ગરમાઈ હતી. હવે જોવાનું રહેશે કે નરેશ પટેલ સમાજના આ નિર્ણયને સ્વીકારે છે કે નહી.

મોટો ઝટકો: હાર્દિક સહિત અન્ય પાટીદારો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાની અરજી કોર્ટે ફગાવી

ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ વધુમાં જણાવ્યું હતું કે, હજુ સર્વે પૂર્ણ થયા બાદ અંતિમ નિર્ણય નરેશ પટેલ લેશે. આગામી 27 તારીખે ખોડલધામ ખાતે બેઠક મળશે. મહાસભાના આયોજન મુદ્દે બેઠકમાં ચર્ચા થશે 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ છે, ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર નવી રણનીતિ બનાવીને ભાજપને હંફાવી શકે છે.  તેમની કોંગ્રેસમાં એન્ટ્રી નિશ્ચિત થઈ ગઈ છે તો બીજી તરફ ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસમાં ખેંચીને પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર તેમણે ઉતારી શકે છે.

પટેલના બીજેપી પ્રવેશના 'હાર્દિક' સંકેત, પિતાની પુણ્યતિથિએ હાર્દિક પટેલ કરશે રાજકીય શક્તિ પ્રદર્શન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More