Home> Gujarat
Advertisement
Prev
Next

'ખુશ્બૂ ગુજરાત કી' પાર્ટ-2: PM મોદીના રસ્તે ચાલશે ભૂપેન્દ્ર પટેલ સરકાર, આ સ્થળોનું બચ્ચન કરી શકે છે પ્રમોશન

Khushboo Gujarat Ki Part-2: બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે. ગુજરાત સરકાર રાજ્યના 12 પ્રવાસન સ્થળોનું પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે.

'ખુશ્બૂ ગુજરાત કી' પાર્ટ-2: PM મોદીના રસ્તે ચાલશે ભૂપેન્દ્ર પટેલ સરકાર, આ સ્થળોનું બચ્ચન કરી શકે છે પ્રમોશન

Khushboo Gujarat Ki Part-2: એક દાયકા પહેલાં ગુજરાત સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. જેના કારણે ગુજરાતના પ્રવાસનને ઘણો ફાયદો થયો હતો. હવે ફરી લગભગ 12 વર્ષ બાદ ગુજરાત સરકાર નવી જગ્યાઓના પ્રમોશનની તૈયારી કરી રહી છે.

fallbacks

તથ્ય આજીવન જેલમાં સડે એવી પોલીસે કરી તૈયારી, જાણો કઈ-કઈ કલમો, શું છે સજાની જોગવાઈ

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે. ગુજરાત સરકાર રાજ્યના 12 પ્રવાસન સ્થળોનું પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. બિગ બી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાજ્ય સરકારની પ્રથમ પસંદગી છે. ખુશ્બૂ ગુજરાત કી અને કૂછ દિન તો ગુજારો ગુજરાત મેં, બંને ટેગલાઈન પ્રવાસન જગતમાં સફળ રહી હતી. બિગ બીના અભિયાન બાદ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો હતો. ગુજરાત સરકારનું પ્રવાસન પ્રમોશન ગુજરાતની સુગંધ સાથે જોડાયેલું છે. 

અંબાલાલની આ આગાહી સાચી ઠરી! ભારે વરસાદ બાદ આ જિલ્લામાં મહિલાઓ ત્રાહીમામ, જાણો કેમ?

2010ના દાયકામાં જોડાયા હતા બિગ બી 
બોલિવૂડ મેગાસ્ટારે 12 વર્ષ પહેલાં આ બે ટેગલાઈન સાથે પ્રચાર કર્યો હતો. ત્યારબાદ બિગ બીએ રાજ્યનું શક્તિપીઠ અંબાજી, ગુજરાતનું હેન્ડક્રાફ્ટ, કચ્છનો ફેસ્ટિવલ, આર્કિટેક્ચર અને ગુજરાતના સાપુતારાને પ્રદર્શિત કર્યું હતું. છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં અનેક નવા પ્રવાસન સ્થળોનો વિકાસ થયો છે. ખુશ્બુ ગુજરાતની બીજી આવૃત્તિમાં બિગ બી આ સ્થળોનું પ્રમોશન કરી શકે છે. 

દશામાના વિસર્જન સમયે બની મોટી દુર્ઘટના, મૂર્તિ વિસર્જન કરતા સમયે 5 યુવાનો ડૂબ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારનો પ્રવાસન વિભાગ આ દિશામાં કામ કરી રહ્યો છે. વિભાગ ગુજરાતની બીજી આવૃત્તિ દ્વારા રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિભાગ આ કામ અમિતાભ બચ્ચનના નેતૃત્વમાં કરાવવા માંગે છે. 

2 મહિનાથી અમેરિકામાં ગૂમ હતી ભારતીય યુવતી, એવી હાલતમાં મળી...જોઈને થથરી જશો

આ સ્થાનોનું પ્રમોશન થશે
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 2010માં પ્રથમ વખત ગુજરાત સરકાર સાથે સંકળાયેલા હતા અને તેમણે ગુજરાતના પ્રવાસન સ્થળો પર એક મોટું શૂટ પૂરું કર્યું હતું. જે ખુશ્બુ ગુજરાત કી અને કુછ દિન તો ગુજારો ગુજરાત મેં ની ટેગલાઈન સાથે રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે બિગ બી બ્રાન્ડ એમ્બેસેડર બન્યા ત્યારે રાજ્યના પ્રવાસનને ઘણો ફાયદો થયો હતો. 

ઓહ તારી! કોન્સ્ટેબલે PI બનીને કર્યો લાખોનો તોડ,સુરતની આ ઘટના જાણી તમારું માથું ભમશે!

ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આંકડાઓ અનુસાર વાર્ષિક 20 ટકાનો વધારો થયો છે. સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર ખુશ્બુ ગુજરાત કી...ની બીજી આવૃત્તિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ જેવા સ્થળોનો સમાવેશ થઈ શકે છે. આ સિવાય પીએમ મોદીના જન્મસ્થળ વડનગર અને ડાંગના જંગલનો પણ આમાં સમાવેશ થઈ શકે છે.

પર્સમાં આ વસ્તુ રાખશો તો મા લક્ષ્મી થઇ જશે નારાજ, ગરીબી ઘર કરી જશે, દેવુ વધશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More