Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં રૂપિયાની લેતીદેતીમાં યુવકનું અપહરણ કર્યું, અને પછી...

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 10 લાખ રૂપિયાની લેતીદેતી મામલે અપહરણની ઘટનાએ આકાર લીધો છે. જેની જાણ થતાં પોલીસે ભોગ બનનાર દિનેશ પટેલને ગંભીર ઇજા હોવાથી સારવાર હેઠળ મોકલી બે આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદમાં રૂપિયાની લેતીદેતીમાં યુવકનું અપહરણ કર્યું, અને પછી...

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 10 લાખ રૂપિયાની લેતીદેતી મામલે અપહરણની ઘટનાએ આકાર લીધો છે. જેની જાણ થતાં પોલીસે ભોગ બનનાર દિનેશ પટેલને ગંભીર ઇજા હોવાથી સારવાર હેઠળ મોકલી બે આરોપીની ધરપકડ કરી છે.

fallbacks

આ પણ વાંચો:- એક વર્ષમાં ગુનેગારે 22 ગુનાને આપ્યો અંજામ, પોલીસે ઝડપી પાડતા થયો આ ખુલાસો

ઓઢવ પોલીસે ધરપકડ કરેલા અપહરણના આરોપી રશ્મિકાંત પટેલ અને હિતેશ પટેલને જેલના સળિયા પાછળ ધકેલી ગુનામાં સંડોવાયેલ વધુ શખ્સોની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અને ફરિયાદી જૂના મિત્રો હોવાનું અને સાથે ધંધો કરતા હોવાનું સામે આવ્યું હતું. પણ કહેવાય છે કે રૃપિયાના ખેલ પણ અજીબ હોય છે.

આ પણ વાંચો:- ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન, કુલપતિના પૂતળાનું મગજનું ઓપરેશન કરાયું 

જેના કારણે સારા સંબધો પણ શત્રુતામાં ફેરવાઈ જાય છે. અને એટલે જ 10 લાખની લેતી દેતીના કારણે અપહરણના કિસ્સાએ આકાર લીધો. દસ લાખ રૂપિયા માટે ફરિયાદીનું પાંચ આરોપીઓએ ભેગા મળી કિડનેપિંગ કરી લીધું અને હિંમતનગર તરફના અંતરિયાળ ગામમાં લઈ જઈ ઢોર માર માર્યો હતો. અપહરણના ગુનામાં પોલીસે હવે ફરાર આરોપી વિશાલ, માસુમ ચૌધરી અને સંદીપ દેસાઈની ધરપકડ કરવા માટે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More