Home> Gujarat
Advertisement
Prev
Next

દાણીલીમડામાં હો અને વાહન અથડાય તો ધ્યાન રાખજો, એક વ્યક્તિની જાહેરમાં હત્યા

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંમાં મોડી રાત્રે યુવકની હત્યા કરવામાં આવી. વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતમાં યુવકની હત્યા થતા પોલીસ દોડતી થઈ હતી. જેમાં બે આરોપીની પોલીસે ધરપકડ કરી અને એક આરોપી હજુય ફરાર છે. પોલીસ કસ્ટડીમાં દેખાતા આરોપી પર આરોપ છે હત્યાનો અને આરોપીઓન નામ છે સલમાન અને પ્રકાશ વાઘેલા. આ બને આરોપીઓએ અન્ય એક સોહેલ નામના વ્યક્તિ સાથે મળી એક યુવકને રહેંસી નાખ્યો અને મૃતકના ભાઈ પર છરીથી હુમલો પણ કરી દીધો હતો. 

દાણીલીમડામાં હો અને વાહન અથડાય તો ધ્યાન રાખજો, એક વ્યક્તિની જાહેરમાં હત્યા

મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંમાં મોડી રાત્રે યુવકની હત્યા કરવામાં આવી. વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતમાં યુવકની હત્યા થતા પોલીસ દોડતી થઈ હતી. જેમાં બે આરોપીની પોલીસે ધરપકડ કરી અને એક આરોપી હજુય ફરાર છે. પોલીસ કસ્ટડીમાં દેખાતા આરોપી પર આરોપ છે હત્યાનો અને આરોપીઓન નામ છે સલમાન અને પ્રકાશ વાઘેલા. આ બને આરોપીઓએ અન્ય એક સોહેલ નામના વ્યક્તિ સાથે મળી એક યુવકને રહેંસી નાખ્યો અને મૃતકના ભાઈ પર છરીથી હુમલો પણ કરી દીધો હતો. 

fallbacks

પ્રેમિકાને પામવા માટે તેના જ પુત્રની સાથે કર્યું એવું કરસ્તાન કે તમે ચોંકી ઉઠશો, પોલીસ પણ દોડતી થઇ

આરોપી અને મૃતક તથા તેનો ઇજાગ્રસ્ત ભાઈ બાળપણના જ મિત્રો છે. હત્યાની ઘટનાની વાત કરીએ તો વસીમ રાણા વાળંદની દુકાને હાજર હતો. ત્યારે તેના મિત્ર મોઇન પઠાણ સાથે ઉભો હતો. ત્યારે ત્યાંથી સાહિલ ત્યાંથી વાહન લઈને નીકળતા ટક્કર વાગી અને બાદમાં બબાલ થતા ઇજાગ્રસ્ત વસીમ વચ્ચે પડ્યો હતો. બાદમાં આરોપી સાહિલ તેના ભાઈ અને અન્ય એક વ્યક્તિ સાથે આવી છરી મારતા વસીમને ઇજાઓ પહોંચી હતી. જ્યારે વચ્ચે છોડાવવા પડેલા રફીકનું મોત થયું હતું. 

માલધારી સમાજ ગાંધીનગરને ઘેરશે, ગાય નહી તો મત્ત પણ નહી ના સુત્ર સાથે સરકારને ઘેરવામાં આવશે

હાલ પોલીસે આરોપી સલમાન અને પ્રકાશની ધરપકડ કરી છે. જ્યારે સલમાનનો ભાઈ  સોહેલ પઠાણ હજુ પોલીસ ગિરફતથી દૂર છે. આરોપી સલમાનને અગાઉ તડીપાર કર્યો હતો. જે ચોરી સહિતના ગુના આચરવાની ટેવ ધરાવે છે. નશો કરવાની આદત હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃતક તેનો ભાઈ અને બે આરોપી ભાઈઓ બાળપણના મિત્રો છે. પણ અકસ્માત જેવા રાઈના દાણા જેવી ઘટનામાં એક યુવકનું મોત થતાં પરિવારજનો ન્યાયની માંગણી કરી પોલીસને રજુઆત કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ફરાર આરોપી ક્યારે પકડાય છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More