Home> Gujarat
Advertisement
Prev
Next

ઘોડે ચઢી ‘ચાર ચાર બંગડીવાળી....’ ગીતની ગાયક કિંજલ દવે

ઘોડે ચઢી ‘ચાર ચાર બંગડીવાળી....’ ગીતની ગાયક કિંજલ દવે
  • ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં રોડના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં કિંજલ દવે (kinjal dave) ઉપસ્થિત રહી હતી.
  • રોડના ખાત મુહૂર્તમાં ધારાસભ્ય સાથે આવેલી કિંજલને જોવા જનમેદની ઉમટી પડી હતી

અલ્કેશ રાવ/બનાસકાંઠા :ગુજરાતની જાણીતી કલાકાર કિંજલ દવે ડીસામાં રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઘોડે ચઢી હતી. ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં રોડના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં કિંજલ દવે (kinjal dave) ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા સાથે કલાકાર કિંજલ દવે ઉપસ્થિત રહી હતી. ડેડોલના ગ્રામજનોએ બંનેનું ઘોડા પર બેસાડી સ્વાગત કર્યું હતું. રોડના ખાત મુહૂર્તમાં ધારાસભ્ય સાથે આવેલી કિંજલને જોવા જનમેદની ઉમટી પડી હતી. કિંજલ દવે ઘોડા પર બેસી ધારાસભ્ય સાથે સેલ્ફી લેતી નજરે પડી હતી. કિંજલ દવેને જોવા આવેલા લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. સાથે જ કોરોનાનો ડર પણ ભૂલ્યા હતા. 

fallbacks

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસાના ડેડોલ ગામે ગ્રામજનો દ્વારા ગામમાં આવેલ બ્રહ્મણી માતાના મંદિરમાં મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયક કલાકાર કિંજલ દવેને આમંત્રણ અપાયું હતું. મહાયજ્ઞને લઈને ડેડોલ ગામે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. તેવા સમયે કિંજલ દવે ત્યાં પહોંચી હતી. જોકે તે જ સમયે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ડેડાલ ગામે 22 ગામને જોડતાં રોડનું ખાતમુર્હત કરવા આવ્યા હતા. ત્યારે બંન્ને કાર્યક્રમો ભેગા થઈ ગયા હતા. 

fallbacks

પ્રાણપ્રતિષ્ઠામાં આવેલ લોકો મોટી સંખ્યામાં રોડ ઉપર આવી ગયા હતા. ગ્રામજનોએ ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને કિંજલ દવે માટે ઘોડીઓ મંગાવીને બંનેને ઘોડી ઉપર બેસાડીને સ્વાગત કર્યું હતું. કિંજલ દવેને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. 

fallbacks

તે સમયે કિંજલ દવે એ શશીકાંત પંડ્યા સાથે ઘોડા ઉપર બેસીને સેલ્ફી લીધી હતી અને લોકોનો પ્રેમ જોઈને ભાવ વિભોર બની હતી. જોકે કિંજલ દવેને જોવા એકઠી થયેલી ભીડ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More