હિરેન ચલિહા, દાહોદ: દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથકમાં અર્ધનગ્ન અવસ્થામાં કિન્નોરોએ હોબાળો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ગત સોમવાર મોડી રાત્રે બની હતી. વડોદના ટોલનાકા ઉપર કિન્નરો દ્વારા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા બાબતે લીમડી પોલીસે રોકતા મામલો બીચક્યો હતો. જોકે સમજાવટથી પોલીસે મામલો થાળે પાડી દીધો હતો પરંતુ આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા સમગ્ર જિલ્લામાં ખળભાળાટ મચી ગયો છે.
આ પણ વાંચો:- નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો, છેલ્લા 10 દિવસથી ગોરા બ્રિજ રાહદારીઓ માટે બંધ
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના વડોદના ટોલનાકા ઉપર કિન્નરો વાહન ચાલકો પાસેથી પૈસાનું ઉઘરાણું કરી રહ્યાં હતા. તે દરમિયાન કિન્નરોને વાહન ચાલકો પાસેથી પૈસાનું ઉઘરાણું કરતા લીમડી પોલીસે રોક્યા હતા. જેથી કિન્નરો ભેગા થઈ લીમડી પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા ગયા હતા. તે દરમિયાન લીમડી પોલીસ સ્ટેશનમાં કોઈક બાબતે પોલીસ સાથે ચકમક થતા મામલો બીચકતાં હતો અને કિન્નરોએ પોલીસ સ્ટેશનમાં જ અર્ધનગ્ન અવસ્થામાં હોબાળો મચાવ્યો હતો.
આ પણ વાંચો:- સુરત NH-48 પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત, ક્રેઇનથી બહાર કઢાયા મૃતદેહ
જો કે, ભારે હોબાળા બાદ પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. ત્યારે બુધવારે આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા સમગ્ર જિલ્લામાં ખળભાળાટ મચી ગયો છે. તો એક તરફ કિન્નરો દ્વારા પોલીસે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ પોલીસ કર્મીઓએ જણાવ્યું કે, વડોદ ટોલનાકે થયેલા જમાવડો દુર કરતાં કિન્નોરએ હદ પાર કરી હોવાનું જણાવ્યું હતું.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે