Home> Gujarat
Advertisement
Prev
Next

મહાઠગ કિરણ પટેલની મહાલીલા અપરંપાર : દિગ્ગજ નેતાના પરિવારને પણ છેતરવામાં બાકી ન રાખ્યાં

Fake PMO Officer Kiran Patel : ઠગબાજ કિરણ પટેલે રાજકારણીઓને પણ ના છોડ્યા... ઠગબાજ કિરણ રાજકીય નેતા જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો આલીશાન બંગલો પચાવી લીધો... જગદીશ ચાવડાએ ન્યૂઝ પેપરમાં નોટિસ પણ આપી હતી...
 

મહાઠગ કિરણ પટેલની મહાલીલા અપરંપાર : દિગ્ગજ નેતાના પરિવારને પણ છેતરવામાં બાકી ન રાખ્યાં

Fake PMO Officer Kiran Patel આશ્કા જાની/અમદાવાદ : જમ્મુ-કાશ્મીરમાં પકડાયેલા નકલી પીએમઓ ઓફિસર કિરણ પટેલના કૌભાંડો હવે ખૂલી રહ્યાં છે. એમ કહો કે, ગુજરાતમાં કોણ તેનાથી નથી છેતરાયું. કિરણ પટેલે દિગ્ગજ નેતાના પરિવાજનોને પણ છેતરવામાં બાકી રાખ્યા નથી. તો સાથે જ તે રંગીન મિજાજી હોવાનો પણ ખુલાસો છે. 

fallbacks

કૌભાંડી કિરણ પટેલે રાજકારણીઓના પરિવારજનોને પણ છેતર્યા છે. નેતા જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો આલિશાન બંગલો કિરણ પટેલે પચાવી લીધો હતો. જેને લઈ જગદીશ ચાવડાએ ન્યૂઝ પેપરમાં નોટિસ પણ આપી હતી. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા નીલકંઠ ગ્રીન્સ બંગલોમાં આવેલો 11 નંબર નો બંગલો જગદીશ ચાવડાનો છે, જે વર્ષોથી અહીં રહે છે. જગદીશ ચાવડાના બંગલોમાં રિનોવેશનનું કામ ચાલતું હતું, ત્યારે પરિવાર કોઈ કારણસર અમદાવાદ થી 5 થી 6 દિવસ માટે બહાર હતું. તે સમય દરમ્યાન કિરણ પટેલે મોકાનો ફાયદો ઉઠાવ્યો અને 18 કરોડના બંગલામાં પોતાના પરિવાર સાથે 500 જેટલા લોકોની હાજરીમાં વસ્તુ પૂજન પણ કર્યું હતું. બંગલાના વીડિયો આજે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળે છે. આ બંગલાના મુખ્ય દરવાજા પર 7 ઘોડાનું એક વોલપીસ પણ મુકાયેલું છે. 

આજનો વાયરલ વીડિયો : આ Video ને શેર કરવા મજબૂર કરી દેશે આ ગુજરાતી બાળક

તો મહાઠગ કિરણ પટેલ અંગે સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, તે રંગીન મિજાજી પણ છે. છેતરપિંડીનો ભોગ બનનાર સૂત્રએ મોટો દાવો કર્યો કે, કિરણ પટેલ રંગીલા મિજાજનો છે. માલીની સિવાય અન્ય બે પત્ની હોવાનો દાવો પણ કરાયો છે. સૂત્રોએ જણાવ્યું કે, 3 પત્ની સાથે 30 ગર્લફ્રેન્ડ હોવાનો કિરણ પટેલ દાવો કરતો હતો. કિરણ પટેલે અમદાવાદમાં 3થી વધુ સ્પા પાર્લર પણ ખોલ્યા હતા જેમાં તે સુંદર મહિલાઓ મસાજ માટે રાખતો. જ્યાં સ્પા માટે કિરણ પટેલ સરકારના ઉચ્ચ અધિકારીઓને બોલાવતો અને ત્યાર બાદ તેમના વીડિયો બનાવી તેમને બ્લેકમેલ કરતો હોવાનો દાવો પણ સૂત્રો કરી રહ્ય છે.

કિરણ પટેલની આશ્રમ રોડ પર એક ઓફીસ હતી અને તેના કૌભાંડો માત્ર ગુજરાત પૂરતા સીમિત ન હતા. પરંતુ તે મુંબઈ, દિલ્હી અને હૈદરાબાદ સહિતના મોટા શહેરોમાં લોકોને છેતરીને રૂપિયા ઠગતો હતો. કિરણ પટેલ રંગીન મિજાજનો હોવાના કારણે તે જે રૂપિયા છેતરપિંડી કરી કમાતો તે તમામ તેની ઐયાશીમાં વાપરતો હતો. 

હિંડનબર્ગ રિપોર્ટથી અદાણીની ઊંઘ હરામ થઈ, પડતો મૂક્યો ગુજરાતનો આ મહત્વનો પ્રોજેક્ટ

કૌભાંડી DR કિરણ પટેલ લોકોને છેતરવા માટે એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતો હતો. તે દરેકને pmo માં કામ કરવાની ઓળખ અને વિઝિટિગ કાર્ડ આપતો હતો. તેનું વ્યક્તિત્વ અને ઇગ્લિશ પરની પકડના કારણે ભલભલા છેતરાઈ જતા હતા. કિરણ પટેલ રંગીલો આશિક મિજાજ ધરાવતો હતો તેને માહિણીની સિવાય પણ અન્ય બે પત્ની હતી અને અનેક પીડિતોને તે કહેતો કે માત્ર 3 પત્ની છે સાથે 30 થી વધુ ગલફ્રેન્ડ પણ હતી. આવો દાવો કિરણ પટેલની છેતરપીંડીનો ભોગ બનનાર લોકો દાવો કરી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More