રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : અબડાસાના રાતા તળાવ ખાતે આવેલી વાલરામજી મહારાજ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા આજે મકર સંક્રાતિની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગાયોને પૂજનીય ગણાય છે. ત્યારે મકર સંક્રાતિએ 6500 જેટલી ગાયો અને ગૌવંશનું પૂજન આરતી બાદ ખોળ, ભુંસો, સુખડી ગોળ અને તેલ સાથેનું જમણ કરાવાયુ હતું. કડકડતી ઠંડીમાં આ ગૌવંશને રક્ષણ મળે તે હેતુથી આ ખોરાક તેમને અપાય છે.
અમદાવાદ-કિશનગઢ ફ્લાઇટ રદ્દ, 40 પેસેન્જર્સને આખો દિવસ સુધી રઝળાવાયા
ઓધવરામ સત્સંગ મંડળ મુંબઇ મહાજન, ભારત મંડળ અને વાલરામજી મહારાજ રાતાંતળાવ ગૌસેવા ટ્રસ્ટના સ્થાપક અને અગ્રણી મનજી બાપુ દ્વારા મકર સક્રાંતિએ અહીંના ટ્રસ્ટીઓ અને દાતાઓ દ્વારા ગાયોને મિષ્ટાન અપાયુ હતું. ઓધવરામ સત્સંગ મંડળ મુંબઇ મહાજનની સ્થાપના દિવસ છે. આ દિવસે મંડળ દ્વારા 44 વર્ષથી મુંબઈમાં યોજાતો ડાયરો કોરોનાના કારણે મુલતવી રાખવામાં આવ્યો છે. આ વર્ષે મુંબઇ અને કચ્છ કાર્યાલયમાં ફક્ત પૂજન કરાશે.
પત્ની પિયર જતા યુવકે અન્ય યુવતી સાથે બાંધા સંબંધ, OYO રૂમમાં મળવા માટે બોલાવી અને...
રાતાંતળાવ ગૌસેવા ટ્રસ્ટના ભોજન શાળા અને ગેસ્ટ હાઉસને કોવિડ 19 હોસ્પિટલ તરીકે પ્રસ્થાપિત કરાઈ છે ત્યારે અહીં નવું ભોજનાલય દાતાઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. દાતાઓની ઉદાર ભાવનાને બિરદાવાઈ અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આમ ગુજરાતનું સૌથી ઠંડુ શહેર અબડાસા નલિયામાં કડકડતી ઠંડીથી ગૌવંશને રક્ષણ મળે તેવા હેતુથી 6500 ગૌવંશને આ પૌષ્ટિક ખોરાક અહીં અપાય છે. દુષ્કાળ વખતે આ વિસ્તારમાં ગૌવંશ માટે કામ કરતી આ સંસ્થા આશીર્વાદ રૂપ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે