Home> Gujarat
Advertisement
Prev
Next

બિલ્ડર તોડકાંડ મુદ્દે કૃષ્ણનગર પી.આઇની કંટ્રોલરૂમમાં બદલી, 2 કોન્સ્ટેબલ વિરુદ્ધ તપાસ ચાલુ

બિલ્ડર તોડકાંડ મુદ્દે કૃષ્ણનગર પી.આઇની કંટ્રોલરૂમમાં બદલી, 2 કોન્સ્ટેબલ વિરુદ્ધ તપાસ ચાલુ

* કૃષ્ણનગરમાં બિલ્ડરે પીઆઇ જે.કે રાઠોડ સામે કરી હતી તોડની ફરિયાદ
* કૃષ્ણનગર પીઆઈ જે.કે રાઠોડની કંટ્રોલ રૂમમાં કરવામાં આવી બદલી
* ટ્રાફિક વિભાગના જે.આર પટેલને કૃષ્ણનગર પીઆઇ નો ચાર્જ સોપાયો
* બળાત્કારના કેસમાં પીઆઈએ 45 લાખ લીધા હોવાનો થયો હતો આક્ષેપ

fallbacks

મૌલિક ધામેચા/અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાંથી દુષ્કર્મનો આરોપી સુનીલ ભંડેરી ફરાર થવાના મામલે બે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદમાં પોલીસે સુનીલની ધરપકડ કરી હતી. જો કે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તે વહેલી સવારે નીકળી જઈ સિમ્સ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો.

કોંગ્રેસી નેતા નરેન્દ્ર રાવત કોરોનાનો ભોગ બન્યા, ભાજપનાં એક નેતાનું મોત નિપજ્યું

જેથી પોલીસે બેદરકારી દાખવનાર પોલીસકર્મી વનરાજસિંહ અને દિનેશભાઈ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ પોલીસ ઇન્સ્પેકટર રાઠોડ વિરુદ્ધમાં રૂપિયાની માંગણીને લઈને થયેલ અરજી સંદર્ભે એસીપી જી ડિવિઝને સુનીલનું ટેલિફોનીક નિવેદન અને તેના પરિવારમાં નિવેદન નોંધ્યા છે. ઉલ્લેખનીય છે કે તોડ અંગે પોલીસ કમિશ્રરને આરોપી સુનીલ ભંડેરીએ ફરિયાદ કરતા પીઆઈ જે કે રાઠોડની બદલી કરી દેવાઈ છે.

ગુજરાતનું આ પક્ષી અભ્યારણ્ય નથી જોયું તો તમે શું જોયું ? ચોમાસામાં સોળે કળાએ ખીલે છે

પીઆઇને કંટ્રોલરૂમમાં મુકવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પોલીસ તોડકાડમાં અમદાવાદ પોલીસનો આ બીજો કિસ્સો છે. શ્વેતા જાડેજા પીએસઆઇ પર પણ તોડકાંડના આરોપ બાદ આ બીજો કિસ્સો સામે આવ્યો છે. જેના કારણે પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કડક કાર્યવાહી કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More