Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગરની હોસ્પિટલના ડ્રેસિંગ રૂમમાં ખેલાયો ખૂની ખેલ! કાયદો-વ્યવસ્થા અને સિક્યુરિટી સામે ઉઠ્યા સવાલ

જામનગરની જી.જી.હોસ્પીટલમાં આવેલ ડ્રેસિંગ રૂમ નજીક વધુ એક ખૂની ખેલ ખેલાયો હતો. જામનગર શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતા ધર્મરાજસિંહ સુરુભા ઝાલા નામના યુવાન પર તેમના પાડોશમાં જ રહેતા આરોપી જયદિપસિંહ ચુડાસમા સહિત ચાર શખ્સો છરી વડે તૂટી પડ્યાં હતા.

જામનગરની હોસ્પિટલના ડ્રેસિંગ રૂમમાં ખેલાયો ખૂની ખેલ! કાયદો-વ્યવસ્થા અને સિક્યુરિટી સામે ઉઠ્યા સવાલ

મુસ્તાક દલ/જામનગર: શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવા અહેવાલ સામે આવ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલની અંદર ક્ષત્રિય યુવાનની જુની આદાવતમાં હત્યા કરીને શખ્સો ફરાર થઈ ગયા હતા. હોસ્પિટલમાં હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. 

fallbacks

ગુજરાતના ખેડૂતો તૈયાર રહેજો! સરકારી યોજનાનો લાભ લેવા આ તારીખથી ખુલ્લુ મુકાશે પોર્ટલ

આ ચકચારી ઘટનાની જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર જામનગરની જી.જી.હોસ્પીટલમાં આવેલ ડ્રેસિંગ રૂમ નજીક વધુ એક ખૂની ખેલ ખેલાયો હતો. જામનગર શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતા ધર્મરાજસિંહ સુરુભા ઝાલા નામના યુવાન પર તેમના પાડોશમાં જ રહેતા આરોપી જયદિપસિંહ ચુડાસમા સહિત ચાર શખ્સો છરી વડે તૂટી પડ્યાં હતા. અગાઉના મન દુ:ખનો ખાર રાખી યુવાનને છરીના આડેધડ ઘા ઝીંકતા યુવાનની લોહીલુહાણ હાલત થઈ હતી. 

ગુજરાતમાં હવે ક્યારે પહોંચશે ચોમાસું, ક્યારે આવશે તોફાની વરસાદ, આ આગાહીથી ચિંતા વધી!

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર હત્યાના બનાવ અગાઉ જ બંને પક્ષે જૂની અદાવતનો ખાર રાખી અને હુમલો થયો હતો. જેમાં ધર્મરાજસિંહ સુરુભા ઝાલા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને આ ઈજાની સારવાર અર્થે યુવાન જામનગરની જીજી હોસ્પિટલ ખાતે આવ્યો હતો. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર હત્યાના બનાવ અગાઉ જ બંને પક્ષે જૂની અદાવતનો ખાર રાખી અને હુમલો થયો હતો.

ગુજરાતમાં ગેનીબેનની જીત ભાજપ માટે મોટો સંદેશ, આ નેતાએ કહ્યું આ તો ટ્રેલર પિક્ચર બાકી

જેમાં ધર્મરાજસિંહ સુરુભા ઝાલા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને આ ઈજાની સારવાર અર્થે યુવાન જામનગરની જીજી હોસ્પિટલ ખાતે આવ્યો હતો. જ્યારે આ ઘટના મામલે જી.જી.હોસ્પિટલમાં લાખોનો કરવામાં આવતા ખર્ચથી ગોઠવવામાં આવેલ સિક્યુરિટી સામે પણ અનેક સવાલો ઊભા થાય છે અને એકસ આર્મી મેન સહિતના જવાનો સિક્યુરિટીમાં ફરજ બજાવતા હોય તેમ છતાં આવી ઘટના સરાજાહેર બની છે. 

મોટા સમાચાર; આ તારીખથી ચાર મહિના પ્રવાસીઓ માટે સિંહ દર્શન પર પ્રતિબંધ

આ દરમિયાન આરોપીઓને જાણ થતા તેઓએ અગાઉથી હત્યાનું કાવતરું ઘડી 4 જેટલા શખ્સો ત્યાં ઘસી આવ્યા હતા. જ્યાં જીવલેણ હુમલો કર્યો હતો. જેને જીજી હોસ્પીટલમાં સારવાર મળે તે પહેલા જ યુવાને ઘટનાસ્થળે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવાનની ઘાતકી હત્યાને લઈને શહેરભરમાં હાહાકાર મચી ગયો છે. બીજી બાજુ આ બનાવની જાણ થતા જ ડીવાયએસપી જયવિરસિંહ ઝાલા અને જામનગર સીટી બી ડિવિજન પોલીસ મથકના પીઆઇ પી.પી.ઝા ઊપરાંત પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો તાબડતોબ બનાવ સ્થળે હોસ્પીટલ દોડી ગયો હતો. 

પેટની ચરબી ઘટાડવી છે તો ડાયટમાં સામેલ કરો આ 5 શાકભાજી, બરફની જેમ ઓગળી જાશે ચરબી

હુમલાખોરને દબોચી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી હતી. આ ઊપરાંત સ્થાનિક પોલીસ દ્વારા આરોપીના પગેરું દબાવવા આજુ બાજુના સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More