રાજેન્દ્ર ઠક્કર/ભુજ: કચ્છમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદ કારણે અનેકનદી ગાંડીતુર બની છે. નખત્રાણા તાલુકાના પૈયા નદી ગાંડીતુર બની છે. ભારે વરસાદ કારણે પૈયા અને મોતીચુર વચ્ચેનો કોઝવે પાણી ભરતા લોકો મુશ્કેલીમાં મુક્યા હતા. કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા આસપાસના આઠ ગામ અને વાંઢના સંપર્ક તૂટી ગયા છે.
ગામના બંને કાઠે લોકો ફસાયા છે. સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. હાલ નદી બેકાંઠે વહી રહી છે. નદીના બંને કાંઠે લોકો ફસાયેલા છે. પાણી ઓસરે તેની લોકો રાહ જોય રહ્યા છે. છેલ્લા બે દિવસ ફસાયેલા લોકોની ધીરજ ખૂટતા આખરે લોકો જીવન જોખમે પસાર થવા માટે મજબુર બન્યા છે. ગામના લોકોની માંગ છે કે, અહિયાં પુલ બનાવવામાં આવેતો વરસાદી પાણી ભરાવવાની સમસ્યા કાયમી ઉકેલ આવી શકે તેમ છે.
હાલ પૈયા ગામની નદી ગાંડીતુર બનતા આસપાસના ગામના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવા માટે મજબુર બન્યા છે. છેલ્લા બે દિવસથી અહિયાં લોકો ફસાયેલા છે. તેમ છતાં પણ તંત્ર કોઈ અધિકારી અહિયાં ફરકયા નથી. વરસાદી પાણીની ઓસર્યા બાદ નદીના બંને કાંઠે ફસાયેલા લોકો પોતાના ઘરે જઈ શકશે. 12 કલાક બાદ લોકો જાનના જોખમે નદીને પાર કરવા પ્રયત્ન કરી રહ્યા છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે