ભચાઉ : કચ્છમાં બચાઉ-સામખીયાળી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવકોનાં કરૂણ મોત નિપજ્યા હતા. અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા ત્રીપલ સવારીમાં જઇ રહેલા ત્રણેય યુવાનોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતકોને ભચાઉ પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધીને પી.એમ માટે ખસેડ્યા છે. દિવાળીના દિવસે કચ્છના ભચાઉ-સમખીયાળી હાઇવે પર એક અકસ્માતમાં 3 યુવાનોનાં મોત થયા છે. યુવાનોનું નામ યાસીન શેખ, સિંકંદર ચૌહાણ અને પઠાઇશા શેખનો સમાવેશ થાય છે.
ગુજરાતની પ્રખ્યાત રાસ મંડળીની બસનો રાજસ્થાનમાં અકસ્માત, 2ના મોત, બિહાર કાર્યક્રમમાં જઈ રહ્યા હતા
IAS,IPS,IFS પરિવારે નર્મદામાં ઉજવી દિવાળી, 100 સ્થાનિક બાળકોને દત્તક લીધા
અત્રે ઉલ્લેખનીય છે કે, તહેવારો ટાણે જ સમખીયાળીમાં આ પ્રકારનો અકસ્માત થતા લોકોમાં અરેરાટી વ્યાપી છે. આ ઉપરાંત અજાણ્યા વાહનચાલકને ઝડપી લેવા માટે પણ પોલીસ પર દબાણ થઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં હાઇવે પર અકસ્માતની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો રહે છે. પોર્ટ હોવાના કારણે મોટા વાહનોને અવર જવર ખુબ રહે છે. જો કે ટ્રક ચાલકો બેફામ સ્પિડે વાહનો ચલાવે છે જેથી સ્થાનિક ગામવાસીઓ માટે રોડ મોતનો રોડ બની ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે