Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના પર્યાવરણ પર મોટું આક્રમણ! આ કંપની જો કચ્છમાં આવશે તો વિનાશ નોતરશે

Kutch News : ગુજરાતના પર્યાવરણ પર આક્રમણની મોટી તૈયારી... કચ્છના માંડવી તાલુકના પર્યાવરણમાં ઝેર ઘોલવાની તૈયારી... સ્વર્ગ જેવા માંડવીને નર્ક બનાવવાની તૈયારીઓ શરૂ... જો માંડવીને બચાવવામાં નહિ આવે તો કુદરત માફ નહિ કરે... આ વિકાસ વિનાશ નોતરશે

ગુજરાતના પર્યાવરણ પર મોટું આક્રમણ! આ કંપની જો કચ્છમાં આવશે તો વિનાશ નોતરશે

Kutch News : કચ્છ નહી દેખા... તો કુચ્છ નહી દેખા..... આ વાતને આજે આખું ગુજરાત, ભારત નહી, પરતું સમગ્ર વિશ્વએ માની લીધુ છે. તો બસ, આજે અમે વાત કરી રહ્યા છે કચ્છના માંડવી તાલુકામાં આવેલા બાડા ગામની. આ ગામ અને માંડવી તાલુકાને કુદરતે જે ભેટ આપી છે તેની સામે ખતરો ઉભો થઈ ગયો છે. આજે કુદરતની ભેટને બચાવવા લોકો મેદાને આવી ગયા છે. એક કંપનીના આગમનને કારણે  બાડા ગામના લોકોમાં ભય ફેલાયો છે. ગામના લોકોની રાતોની નિંદ ઉડી ગઈ છે. આ એક કંપની જો માંડવીમાં આવશે તો વિનાશ નોતરશે. આ એક કંપની જો માંડવીમાં આવશે તો પર્યાવરણને ખતમ કરી નાંખશે. જો આ કંપની બાડા ગામમાં આવશે તો પશુઓનું મારણ નક્કી છે. જો આ કંપની આવશે તો ખેતરો તબાહ થઈ જશે.

fallbacks
  • વિકાસ નોતરશે વિનાશ
  • પર્યાવરણ પ્રેમી GHCLના પ્લાન્ટ સામે વિરોધ નોંધાવી રહ્યા છે
  • પર્યાવરણ પ્રેમીઓને વાતાવરણમાં પ્રદુષણ ફેલાવવાનો ભય
  • વૃદ્ધો પણ પર્યાવરણને બચાવવા મેદાને

માંડવી તાલુકાના બાડા ગામ વિશ્વના નક્શા પર વિપશ્યના કેન્દ્ર ચમકી રહ્યું છે. વિશ્વભરમાંથી લોકો આત્મશુદ્ધિની સાધના માટે બાડા ગામમાં આવે છે. વિપશ્યના આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિની સાધના છે. વિપશ્યનાથી આંતરિક શાંતિ અને સામંજસ્યનો અનુભવ કરી શકીએ છે. પરંતુ આ વિપશ્યનામાં એક અવરોધ ઉભો કરવા GHCLની એન્ટ્રી થઈ રહી છે. GHCLનો સોડા એશનો પ્લાન્ટ વિશ્વભરમાંથી વિપશ્યના માટે આવતા લોકોની શાંતિ છીનવી લેશે. લોકોની સાધના ભંગ કરવાનું કામ સોડા એશ પ્લાન્ટ કરશે. પ્લાન્ટના કારણે ઘોંઘાટ એટલો વધી જશે કે લોકો વિપશ્યના માટે માંડવીના બાડા ગામમા આવાવનું પણ બંધ કરી શકે છે. પ્રદુષણ અને ઝેરી પર્યાવરણ વિપશ્યના કેન્દ્ર માટે નુકસાન સાબિત થશે.

ગામ લોકોનો કંપનીનો બહિષ્કાર
માંડવીના લોકોની નિંદ ઉડાવનાર કંપનીનું નામ છે GHCL. GHCL સોડા એશ બનાવનારી કંપની છે. GHCL કંપનીનો બાડા ગામના લોકો બહિષ્કાર કરી રહ્યા છે. ગામના લોકોને ભય છે કે જો આ કંપની અહીંયા આવશે તો વિનાશ વેરશે. GHCL કેમિકલ પ્લાન્ટ ટૂંક સમયમાં શરૂ કરશે. GHCL કંપની દરિયા કિનારા 1340 એકરમાં સોડા એશનો પ્લાન્ટ નાખશે. 3500 કરોડના મૂડીરોકાણ સાથે GHCL કેમિકલ પ્લાન્ટ નાંખશે. ગામના લોકોનું કહેવું છે કે જો પ્લાન્ટ નંખાશે તો પશુપાલન અને ખેતી ક્ષેત્રે ખતરો ઉભો થશે.

  • કચ્છમાં વર્ષોથી મહાજન કોમ રહે છે
  • માંડવીના મહાજનો પણ કંપનીનો વિરોધ કરી રહ્યા છે
  • મુંબઈથી પણ જૈન સમાજના લોકો વિરોધ માટે પહોંચ્યા છે
  • જૈન મહાજન કહી રહ્યા છે માંડવીમાં કોઈ કંપનીની જરૂર નથી
  • કંપનીઓ આવવાથી અહીંનું વાતાવરણ બગડશે
  • સેફટીના પ્રશ્નો પણ ઉભા થશે

ગામ લોકોનો કંપની સામે મોરચો 
GHCLના પ્લાન્ટ સામે માંડવીના ગામડાના લોકોએ મોરચો ખોલી દીધો છે. માંડવીના બાડા સહિત 20 ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામના લોકોમાં સોડા એશની ફેક્ટરીના કારણે ભયંકર પ્રદુષણ ફેલાવવાનો ભય દેખાઈ રહ્યો છે. 20 ગામના લોકો એકસૂરે GHCLના પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા છે. માંડવીના લોકોને ભય છે છે GHCLના પ્લાન્ટના લીધે વાયુ પ્રદુષણ થશે. માંડવીમાં સરકારી નિયમ મુજબ લોક સુનાવણીનું આયોજન થયું હતું. લોક સુનાવણીમાં GHCLના પ્લાન્ટનો વિરોધ કરાયો હતો. ભારે વિરોધ થતા અધિક કલેકટરે આ સુનાવણી રદ કરી હતી. ભારે આક્રોશ જોઈને વહીવટી તંત્રએ પણ સુનવણી પડતી મુકી હતી.

સોડા એશ પ્લાન્ટના કારણે લોકોના કાન ફાટી જશે
સોડા એશના પ્લાન્ટથી ગામના લોકો અને માંડવીના લોકો એટલા માટે ભયમાં છે કારણ કે તેનાથી જે નુકસાન થશે તેની ભરપાઈ કરવું મૂશ્કેલ થઈ જશે. ગામના લોકોનું કહેવું છે કે સોડા એશ પ્લાન્ટ પર્યાવરણ માટે ખતરનાર છે. સોડા એશ પ્લાન્ટથી પશુપાલકોને મોટો ફટકો પડશે. સોડા એશ પ્લાન્ટના કારણે જળચરજીવોના મોત થશે. સોડા એશ પ્લાન્ટના કારણે લોકોના કાન ફાટી જશે. સોડા એશ પ્લાન્ટના કારણે જમીનની ફળ દ્રુપતા ખતમ થઈ જશે. સોડા એશ પ્લાન્ટના કારણે હવા ઝેરી બની જશે.

માંડવીના દરિયા કિનારે GHCLના સોડા પ્લાન્ટના કારણે જળચર પ્રાણીઓ સામે ખતરો ઉભો થયો છે. સોડા એશ પ્લાન્ટના કારણે દરિયાઈ જીવ મૂશકેલીમાં મુકાઈ જશે. આખા વર્લ્ડમાં એકમાત્ર ગ્રીન ટર્ટલ એટલે કે કાચબો માંડવીમાં જોવા મળે છે. બાડા ગામના લોકો કાચબાના ઈંડાને સલામત રાખે છે જો સોડા એશ પ્લાન્ટ બનશે તો ગ્રીન ટર્ટલ કાચબા લૂપ્ત થઈ જવાનો ભય દેખાઈ રહ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે અમે આવું થવા દઈશું નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More