Home> Gujarat
Advertisement
Prev
Next

બધાઈ હો બધાઈ... ગુજરાતમાં IVF થી પહેલો ટેસ્ટટ્યૂબ બેબી પાડો જન્મ્યો

ગુરજાતના કચ્છ વિસ્તારની બન્ની પ્રજાતિ (Banni buffalo) ની ભેંસે ગીર સોમનાથ જિલ્લામાં એક ખેડૂતના ઘર પર આઈવીએફ (IVF) ટેકનિકના માધ્યમથી એક પાડાને જન્મ આપ્યો છે. કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન તેમજ ડેરી મંત્રાલયે આ પ્રજાતિની કોઈ ભેંસના આઈવીએફ દ્વારા પાડો જન્મ અપાયાનો દેશનો આ પહેલો કિસ્સો છે. 

બધાઈ હો બધાઈ... ગુજરાતમાં IVF થી પહેલો ટેસ્ટટ્યૂબ બેબી પાડો જન્મ્યો

ઝી મીડિયા/બ્યૂરો :ગુરજાતના કચ્છ વિસ્તારની બન્ની પ્રજાતિ (Banni buffalo) ની ભેંસે ગીર સોમનાથ જિલ્લામાં એક ખેડૂતના ઘર પર આઈવીએફ (IVF) ટેકનિકના માધ્યમથી એક પાડાને જન્મ આપ્યો છે. કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન તેમજ ડેરી મંત્રાલયે આ પ્રજાતિની કોઈ ભેંસના આઈવીએફ દ્વારા પાડો જન્મ અપાયાનો દેશનો આ પહેલો કિસ્સો છે. 

fallbacks

આ બન્ની ભેંસ ગીર સોમનાથના ધાનેજ ગામમાં વ્યવસાયે પશુપાલક અને ખેડૂત વિનય વાળાની છે. ખેડૂતના ઘેર 6 બન્ની ભેંસે આઈવીએફ ટેકનિકના માધ્યમથી ગર્ભવતી થઈ હતી, તેમાંથી આ પહેલી ભેંસ છે જેણે પાડાને જન્મ આપ્યો છે. વિનય વાળાએ જણાવ્યું કે, પાડાનો જન્મ શુક્રવારે સવારે થયો હતો અને આગામી કેટલાક દિવસોમાં હજી બીજા પાડાનો જન્મ થશે. 

આ ટેકનિકના માધ્યમથી ભેંસને પાડુ જન્મ કરાવવાનો હેતુ સારી જાતિની ભેંસોની પ્રજાતિની સંખ્યા વધારવાનો છે. જેથી દૂધ ઉત્પાદન વધી શકે. બન્ની ભેંસ શુષ્ક વાતાવરણમાં વધુ દૂધ ઉત્પાદન માટે પ્રખ્યાત છે. બન્ની ભેંસ તમામ ભેંસ પ્રજાતિઓમાં અવ્વલ ગણાય છે. મંત્રાલયે ટ્વીટ કરીને આ વિશે ખુશી વ્યક્ત કરી છે. 

આમ, મહિલાઓમાં આઈવીએફથી ગર્ભ ધારણ કર્યા બાદ આ ટેકનોલોજીથી પહેલીવાર પ્રાણી પર પ્રયોગ કરાયો છે. ભારતમાં પહેલીવાર IVF એટલે કે કૃત્રિમ ગર્ભધાનની ટેકનિકથી ટેસ્ટટ્યુબ પાડાનો જન્મ થયો છે. ઉલ્લેખનીય છે કે, સરકાર બન્ની ભેંસની પ્રજાતિની સંખ્યા વધારવા કાર્યશીલ છે. તેથી જ તેમાં આઈવીએફનો પ્રયોગ કરાયો છે. જે સફળ નીવડ્યો છે. હવે બાકીની ભેંસો પણ સફળતાપૂર્વક પાડાને જન્મ આપે તો સમગ્ર પ્રયોગ સફળ બને. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More