Home> Gujarat
Advertisement
Prev
Next

કચ્છમાં એકથી વધારે બાળક પેદા કરો અને દરેક બાળક દીઠ 10 લાખ રૂપિયા લઇ જાઓ

ગુજરાતમાં પોતાના સમાજની સતત ઘટી રહેલા જનસંખ્યાથી ચિંતિત જૈન સમુદાયે અનોખુ પગલુ ઉઠાવ્યું છે. રાજ્યનાં બરોઇ ગામમાં કચ્છ વીસા ઓસવાલ જૈન સમુદાયની ઘટી રહેલી સંખ્યાને અટકાવવા માટે હમ દો હમારે તીન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સંપ્રદાયના યુવાનોને જોડવા માટે અને વદારે બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ યોજના હેઠલ દંપત્તીના બીજા અને ત્રીજા બાળકને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે. બાળકોના જન્મ પર એક લાખ રૂપિયા અને બાકીના 9 લાખ રૂપિયાતેના દર જન્મગિવલ સમયે 50 હજાર રૂપિયાના ઇન્સ્ટોલમેન્ટ સ્વરૂપે ચુકવવામાં આવશે. 18 વર્ષ સુધી આ રકમ ચુકવાતી રહેશે. 

કચ્છમાં એકથી વધારે બાળક પેદા કરો અને દરેક બાળક દીઠ 10 લાખ રૂપિયા લઇ જાઓ

કચ્છ : ગુજરાતમાં પોતાના સમાજની સતત ઘટી રહેલા જનસંખ્યાથી ચિંતિત જૈન સમુદાયે અનોખુ પગલુ ઉઠાવ્યું છે. રાજ્યનાં બરોઇ ગામમાં કચ્છ વીસા ઓસવાલ જૈન સમુદાયની ઘટી રહેલી સંખ્યાને અટકાવવા માટે હમ દો હમારે તીન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સંપ્રદાયના યુવાનોને જોડવા માટે અને વદારે બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ યોજના હેઠલ દંપત્તીના બીજા અને ત્રીજા બાળકને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે. બાળકોના જન્મ પર એક લાખ રૂપિયા અને બાકીના 9 લાખ રૂપિયાતેના દર જન્મગિવલ સમયે 50 હજાર રૂપિયાના ઇન્સ્ટોલમેન્ટ સ્વરૂપે ચુકવવામાં આવશે. 18 વર્ષ સુધી આ રકમ ચુકવાતી રહેશે. 

fallbacks

પ્રેમીએ પ્રેમિકાને કહ્યું, હું તારા પ્રેમમાં આખી દુનિયાને જલાવી દઇશ તુ ખાલી એકવાર મારી સાથે...

મુંબઇગરા કેવીઓ જૈન મહાજનો દ્વારા શરૂ કરાયેલા આ અભિયાનનું પેમ્ફલેટ પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ તઇ રહ્યું છે. 1 જાન્યુઆરી 2023 બાદ જન્મ લેનારા બીજા અને ત્રીજા દરેક બાળકને આ યોજનાનો લાભ મળશે. બરોઇ કેવીઓ જૈન સમાજના સચિવ અનિલ કેન્યાએ કહ્યું કે, આ યોજના અમારા બરોઇ ગામ જૈન સમુદાયના લોકો માટે છે. જૈન સમાજ હજી પણ લઘુમતીમાં છે. ગામમાં 400 પરિવાર છે, જેના સભ્યો માત્ર 1100થી 1200 ની આસપાસ છે. 

GUJARAT CORONA UPDATE: 32 નવા કેસ, 33 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

કેન્યાએ કહ્યું કે, કેટલાક પરિવારોમાં તો માત્ર વૃદ્ધ લોકો જ છે. તો ભવિષ્યમાં તેમની સારસંભાળ કોણ કરશે? જો આમ જ ચાલ્યું તો આગામી 50 વર્ષમાં સમગ્ર સમાજ જ નાબુદ થઇ જશે. આજે અનેક યુવાનો અવિવાહિત અથવા તો નિસંતાન રહેવાનું પસંદ કરે છે. આસપાસના ગામોમાં ગ્રામીણો આ પગલા અંગે પણ વિચારે. જૈન સમાજમાં પણ તમામ પરિવારો સમૃદ્ધ નથી. એટલા માટે કેટલાક પરિવારોની જવાબદારી લેવા માટે તૈયાર છે, ભલેતેના એકથી વદારે બાળકા હોય. આ એક પ્રકારનું પ્રોત્સાહન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More