Home> Gujarat
Advertisement
Prev
Next

સિસલ્સમાં મૃત્યુ પામેલ કચ્છના યુવાનને કુટુંબની કાંધ કે દફનની માટી પણ નસીબ ન થઈ

અણધારી આફત સમાન કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો તેની ઝપેટમાં આવ્યા પછી તેમના પરિવારોમાં ભારે આફત ઊભી કરી છે. એટલું જ નહિ, આ કાળમુખાની આડઅસર પણ કેટલી દર્દનાક છે તેનો કિસ્સો ભુજ તાલુકાનાં સામત્રા ગામના ગરીબ પરિવાર સામે આવ્યો છે. ગામમાં ખેતમજૂરી કરી પેટિયું રળતા મહેશ્વરી અરજણભાઇ માંગલિયાનો નાનો પુત્ર પ્રેમજી (ઉ.વ.32) ગત ફેબ્રુઆરીમાં જ વિદેશ કમાવવા આફ્રિકાના સિસલ્સમાં ગયો હતો. ટાઇલ્સ ફિટિંગનો માસ્ટર ગણાતો આ યુવાન સારા પગાર સાથે કામે પણ લાગ્યો હતો. પરિવારને સુખી જોવા માગતો એ યુવાન ઊંચા અરમાનો સાથે રાત-દિવસ તાપ-તડકો જોયા વગર ધંધામાં વ્યસ્ત રહેતો. પરંતુ કુદરતને કંઇક જુદું જ વિચાર્યું હોય તેમ ગત 9 જૂનના તેનું મોત નિપજ્યું છે. 

સિસલ્સમાં મૃત્યુ પામેલ કચ્છના યુવાનને કુટુંબની કાંધ કે દફનની માટી પણ નસીબ ન થઈ

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :અણધારી આફત સમાન કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો તેની ઝપેટમાં આવ્યા પછી તેમના પરિવારોમાં ભારે આફત ઊભી કરી છે. એટલું જ નહિ, આ કાળમુખાની આડઅસર પણ કેટલી દર્દનાક છે તેનો કિસ્સો ભુજ તાલુકાનાં સામત્રા ગામના ગરીબ પરિવાર સામે આવ્યો છે. ગામમાં ખેતમજૂરી કરી પેટિયું રળતા મહેશ્વરી અરજણભાઇ માંગલિયાનો નાનો પુત્ર પ્રેમજી (ઉ.વ.32) ગત ફેબ્રુઆરીમાં જ વિદેશ કમાવવા આફ્રિકાના સિસલ્સમાં ગયો હતો. ટાઇલ્સ ફિટિંગનો માસ્ટર ગણાતો આ યુવાન સારા પગાર સાથે કામે પણ લાગ્યો હતો. પરિવારને સુખી જોવા માગતો એ યુવાન ઊંચા અરમાનો સાથે રાત-દિવસ તાપ-તડકો જોયા વગર ધંધામાં વ્યસ્ત રહેતો. પરંતુ કુદરતને કંઇક જુદું જ વિચાર્યું હોય તેમ ગત 9 જૂનના તેનું મોત નિપજ્યું છે. 

fallbacks

સૂર્યએ કર્યો મિથુન રાશિમાં પ્રવેશ, 8 રાશિવાળા થશે માલામાલ, પણ 4 રાશિઓને પડશે ભારે...

ભારે તાપ વચ્ચે ટાઇલ્સ ફિટિંગની કામગીરીમાં વ્યસ્ત પ્રેમજીને ગરમીને લઇ ચક્કર આવ્યા. જમીન પર પટકાઇ બેહોશ બન્યો, સાથે કામ કરતા સાથીદારોએ પણ તાબડતોબ હોસ્પિટલમાં પણ લઇ ગયા. સારવાર પણ મળી પરંતુ એ યુવાનની જિંદગી જાણે પૂરી થઇ હોય તેમ તેનું અવસાન થયું. સિસલ્સથી પ્રેમજીના સાથીઓ આ અંગે જાણ કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પ્રેમજીના મૃતદેહને વતન લાવવા પરિવારે ભારે મથામણ કરી હતી. પરંતુ કોરોનાએ વિશ્વભરમાં પાથરેલી જાળને લઇ આંતરરાષ્ટ્રીય હવાઇ સેવા સ્થગિત હોવાથી પ્રેમજીનો મૃતદેહ વતન લાવી શકાય તેમ ન હતો. આખરે પરિવારોને સમજાવી સિસલ્સમાં જ તેની દફનવિધિ કરવાનો દુ:ખી મન સાથે નિર્ણય લેવાયો. આ અંગેની જાણ સિસલ્સમાં કરાતાં હમવતની સાથીદારો ભારે ગમગીન બની સિસલ્સની મફલેરી ખાતે સ્મશાનયાત્રા કાઢી દફનવિધિ કરવામાં આવી હતી. આ બાજુ પરિવારમાં ભારે કરુણ દૃશ્યો વચ્ચે વલોપાત કરતા માતા-પિતા, છાથીફાટ રૂદન કરતી પત્ની, બાળકો, ભાઇઓ વગેરેને યુવાનનું છેલ્લે-છેલ્લે મોઢું જોવાનું તો ઠીક, કાંધ અને સ્મશાનમાં કબર પર માટી વાળવાનું પણ નસીબ ન થયું. આ કરુણ ઘટના આ પરિવાર માટે જિંદગીભર યાદ રહી રડાવતી રહેશે.

સુશાંત રાજપૂતના પરિવાર પર વધુ એક મુસીબતનો પહાડ તૂટ્યો, રડીરડીને ભાભીનો ગયો જીવ 

સામત્રા ગામમાં ખેતમજૂરી કરી પેટિયું ૨ળતા મહેશ્વરી અરજણભાઇ માંગલિયાનો નાનો પુત્ર પ્રેમજી ગત ફેબ્રુઆરીમાં જ વિદેશ કમાવવા આફ્રિકાના સિસલ્સ ગયો હતો. ચક્કર આવ્યા બાદ પ્રેમજીને તેના સાથીદારો તાબડતોબ હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા. સારવાર પણ મળી પરંતુ એ યુવાનની જિંદગીની જંગ જીતી શક્યો ન હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More