Home> Gujarat
Advertisement
Prev
Next

આવાસ નહિ સુવિધા પણ આપો, મોરબીના સરકારી આવાસમાં પ્રાથમિક સુવિધઓનો અભાવ


સ્વસ્છ શૌચાલય અને ગરીબોને ઘર આપવાની વાતો કરતી સરકાર લોકોને આવાસ તો આપે છે. પરંતુ તેમાં પ્રાથમિક સુવિધાના નામ પર માત્ર છેતરવામાં આવ્યા હોય તેવું લાગે છે.

આવાસ નહિ સુવિધા પણ આપો, મોરબીના સરકારી આવાસમાં પ્રાથમિક સુવિધઓનો અભાવ

હિમાંશુ ભટ્ટ/મોરબી: લીલાપર રોડ ઉપર કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો તૈયાર કરવામાં આવ્યા છે. પરંતુ આ મકાનોમાં લાઇટની સુવિધા પણ નથી. અને પાણીની સુવિધા પણ નથી. જેના કારણે અહીં રહેવા આવેલા પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રહેણાંકમાં પાણીની સુવિધા ન હોવાના કારણે અહી રહેતી મહિલાઓ અને યુવતીઓ બહાર શૌચ માટે જવા મજબૂર છે.

fallbacks

400 મકાન લીલાપર રોડ ઉપર બની ગયા બાદ ઘણા મકાનોમાં લોકો રહેવા તો આવી ગયા પરતુ સુવિધાના અભાવે ઘણા લોકોએ અહીં રહેવા આવવાનું ટાળ્યું છે. ઝુપડા છોડીને સરકારી કવાર્ટરમાં લોકો રહેવા તો આવ્યા પરંતુ પાણીની સુવિધા ન હોવાથી ઘરમાં બનેલા શૌચાલય પણ શોભાના ગાંઠિયા સમાન થઇ ગયા છે. અને અહીં રહેવા આવેલા લોકો હવે જાણે ફસાઇ ગયા હોય તેવું તેમને લાગી રહ્યું છે.

fallbacks

જો આ આવાસ યોજનામાં આ જ પ્રકારે સુવિધાઓનો અભાવ રહેશે તો આ આવાસ યોજના મોરબીમાં નિષ્ફળ જાય તો નવાઇ નહી. કારણ કે જો આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધા જ ન હોય તો ઝુપડામાં રહો કે આ મકાનોમાં ફેર શુ પડવાનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More