Home> Gujarat
Advertisement
Prev
Next

અંબાજી મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા, વહીવટી તંત્ર ગમે તે ઘડીએ મંદિર કરી શકે છે બંધ

ગુજરાતના મોટા બે મંદિરો નવરાત્રી દરમિયાન દર્શનાર્થે બંધ રખાતા યાત્રાધામ અંબાજીમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો બીજો દિવસ અને રવિવાર છે. જેને લઈ અંબાજી મંદિરે દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સોશ્યિલ ડિસ્ટન્સ મામલે ભાન ભૂલ્યા હતાને કોરોનાનો ડર જ ન હોય તે રીતે સોશ્યિલ ડિસ્ટન્સ માં ધજાગરા  ઉડાવ્યા હતા. 

અંબાજી મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા, વહીવટી તંત્ર ગમે તે ઘડીએ મંદિર કરી શકે છે બંધ

પરખ અગ્રવાલ/ અંબાજી : ગુજરાતના મોટા બે મંદિરો નવરાત્રી દરમિયાન દર્શનાર્થે બંધ રખાતા યાત્રાધામ અંબાજીમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો બીજો દિવસ અને રવિવાર છે. જેને લઈ અંબાજી મંદિરે દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સોશ્યિલ ડિસ્ટન્સ મામલે ભાન ભૂલ્યા હતાને કોરોનાનો ડર જ ન હોય તે રીતે સોશ્યિલ ડિસ્ટન્સ માં ધજાગરા  ઉડાવ્યા હતા. 

fallbacks

આંણદ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર ભાજપથી નારાજ

હાલ તબક્કે અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન કોરોનાની મહામારીના કારણે રાજ્યભરમાં ગરબા બંધ રાખવાની ફરજ પડી છે, ત્યારે દર્શનાર્થીઓને પૂરતો દર્શનનો લાભ મળે તે માટે અંબાજીમાં મંદિરમાં દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે. જો કે અંબાજી આવતા યાત્રિકોને જાણે કોરોનાનો સહેજ પણ ડર ન હોય તેમ મો ઉપર માસ્ક વગર અને ટોળા સ્વરૂપે મંદિરે જતા નજરે પડ્યા હતા. જેમાં મહીલાઓ, નાના બાળકો અને વૃદ્ધોની ભારે ભીડ ઉમટી પડી હતી. જોકે આ ભીડના સમાચાર મળતા  મંદિરના વહીવટદાર પોતે સ્ટાફ સાથે મંદિર આગળ પહોંચી ભીડ સ્થળે પહોચ્યા હતા. ભીડને કંટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

કોંગ્રેસ ડૂબતું જહાજ છે જેથી કોંગ્રેસ છોડીને આગેવાનો ભાજપમાં આવ્યા: શંકર ચોધરી

હાલ તબક્કે આ ભીડ જોતા દર્શનાર્થીઓની આજની ભીડ જોતા મંદિરના દર્શનના સમયમાં વધારો કરવા પણ વહીવટદારે જણાવ્યું હતું. જો કે હજી વધુ ભીડ વધશે તો મંદિર બંધ પણ થઈ શકે છે તેવા સંકેતો વહીવટદાર એસ જે ચાવડા એ આપ્યા છે. આગામી દુર્ગાષ્ટમીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હોય છે. આ ઉપરાંત રાજસ્થાન તરફથી આઠમના દિવસે શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી અંબાજી પહોંચતા હોય છે, તેવામાં કોરોનાનું સંક્રમણ વધુ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરે તે પણ જરૂરી બન્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More