Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: સસ્તાદરે મકાનની લાલચ આપીને ગરીબો સાથે થઇ લાખોની છેતરપિંડી

છેતરપીંડીના અનેક કેસો અવારનવાર સામે આવતા હોય છે. એવામાં ગરીબ લોકોને સસ્તાદરે મકાન આપવાની શરત સાથે પૈસા પાડવીને છેતરપીંડી કરવામાં આવી હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડામાં આવેલી ટીપી 44માં 4 માળના બની રહેલા મકાન માત્ર 6 લાખ રૂપિયામાં મળશે તેવી લાલચ ગરીબોને લૂટ્યા છે. 

અમદાવાદ: સસ્તાદરે મકાનની લાલચ આપીને ગરીબો સાથે થઇ લાખોની છેતરપિંડી

અતુલ તિવારી/અમદાવાદ: છેતરપીંડીના અનેક કેસો અવારનવાર સામે આવતા હોય છે. એવામાં ગરીબ લોકોને સસ્તાદરે મકાન આપવાની શરત સાથે પૈસા પાડવીને છેતરપીંડી કરવામાં આવી હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડામાં આવેલી ટીપી 44માં 4 માળના બની રહેલા મકાન માત્ર 6 લાખ રૂપિયામાં મળશે તેવી લાલચ ગરીબોને લૂટ્યા છે. 

fallbacks

ગરીબોને મકાનની સસ્તાદરે મકાનની લાલચ આપીને આશરે 500 લોકો પાસેથી મકાનનું ફોર્મ ભરાવીને મકાન પેટે રૂપિયા 50,000 થી 60,000 સુધી પડાવી લીધા હોય તેવી ફરિયાદ નરેદ્ર રાઠોડ દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. આ કરોડોની છેતરપીંડીમાં આરોપીને સહકાર આપનાર 4 મહિલાઓને હાલ પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાઈ છે.

અમદાવાદ: ચોરીના આરોપીએ પોલીસ સ્ટેશનમાં જ ફીનાઇલ પીને આપઘાતનો કર્યો પ્રયાસ

મુખ્ય આરોપી અમરત દેસાઈ કે, જે હાલ ફરાર થયો છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે. પરંતુ યોગ્ય ચકાસણી કર્યા આ તમામ લોકો જે રીતે સસ્તા મકાન મેળવવાની લાલચમાં પડ્યા તે સમયે તેમના પૈસા ડૂબી જશે તેવું વિચાર્યું પણ નાં હતું. ત્યારે હવે તમામ પીડિતો ન્યાય મળે તે માટે સરકાર અને પોલીસ પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More