Home> Gujarat
Advertisement
Prev
Next

આણંદ કલેક્ટર કચેરીના રેકર્ડ રૂમમાંથી જમીન અંગેની ફાઇલ લાપતા, LCBએ તપાસ હાથ ધરી

Anand: આણંદ કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખામાંથી બોરસદની જમીન એન.એ કરવા અંગેની ફાઈલ ફાઈલ મુવમેન્ટ રજિસ્ટરમાં ખોટી સહી કરી ફાઈલ લઈ જઈ રેકર્ડ શાખામાં પરત નહીં કરી ગુમ કરી પુરાવાનો નાશ કરનાર સરકારી કર્મચારી વિરુદ્ધ આણંદ શહેર પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કરી રહી છે. 

આણંદ કલેક્ટર કચેરીના રેકર્ડ રૂમમાંથી જમીન અંગેની ફાઇલ લાપતા, LCBએ તપાસ હાથ ધરી

Anand: કલેકટર કચેરીની રેકર્ડ શાખામાંથી મહત્વની ફાઈલ લાપતા થતા ચકચાર મચી જવા પામી છે. આણંદ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતાં તત્કાલીન નાયબ મામલતદાર જે.ડી. પટેલ તથા અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસે ભેગાં મળી બોરસદના બ્લોક સર્વે નંબર 569-570-572-573-372-571/2 તથા 568/1 વાળી જમીનો હિજરતી પ્રકારની એટલે કે નવી શરતની હોવા છતાં બીનખેતી કરેલ છે. તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની રજૂઆત બોરસદનાં વાવડી મહોલ્લામાં રહેતાં મહંમદ હનીફ એ. મલેકે ગત તારીખ 26/08/2023 ના રોજ નાયબ મામલતદાર (રેકોર્ડ શાખા) કલેક્ટર કચેરી આણંદમાં કરી હતી. 

fallbacks

આ રજૂઆતની નકલ સચિવ, મહેસૂલ વિભાગ અને ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગરને રવાના કરતા આ બાબતે તપાસના આદેશ આપ્યાં હતાં. જે અંતર્ગત પ્રાંત અધિકારી બોરસદ મારફતે તપાસ અહેવાલ મંગાવી રેકર્ડથી ખાત્રી કરતા આ કામે સરકારને ખુબજ મોટું નાણાકીય નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

હોળી પહેલા શુક્રનું નક્ષત્ર પરિવર્તન આ 3 રાશિના લોકોનું કિસ્મત ચમકશે, થશે ધનના ઢગલા!

આ કેસોના રેકર્ડ બાબતે શાખા તથા રેકર્ડ રૂમથી ખાત્રી કરાવતા બોરસદના સ.નં. 565, 566, 567ના એકત્ર સ.નં. 568/1 વાળી બિનખેતી પરવાનગીની ફાઈલનું રેકર્ડ મળી આવ્યું ન હતું. જેથી સસ્પેન્ડેડ નાયબ મામલતદાર જે. ડી. પટેલ, તત્કાલીન કલાર્ક આર. એમ. પરીખ, તત્કાલીન નાયબ મામલતદાર એસ. એલ. ચૌહાણ પાસેથી આ ફાઈલનાં રેકર્ડ અંગે સ્પષ્ટા મંગાવવામાં આવી હતી. 

આ એનએ કરાયેલી જમીન નવી શરતની હોવા છતાં એન. એ. કરેલ હોવા અંગેની રજૂઆત હોવાથી તેમજ સ.નં. 568/1ની જમીનમાં નાયબ કલેકટર જમીન સુધારણા દ્વારા મૂળના ખેડૂત અંગેની ખાત્રી થતી ન હોવાનું જણાવેલ હોવા છતાં બિનખેતીની મંજૂરી અપાયેલ હોઇ, જે વિગતે સરકારના પ્રિમિયમના હિતને લગતું નુકશાન થયેલ છે કે કેમ? તથા ફાઈલમાં કયા કર્મચારી/અધિકારી દ્વારા કેવા પ્રકારના અભિપ્રાય રીમાર્કસ લખવામાં આવેલ છે. તે અંગે ફાઇલની શોઘ જરૂરી હોઇ રેકર્ડ ગુમ બાબતે સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રના ઠરાવ મુજબ પ્રાથમિક તપાસ કરવાના હેતુસર મીતાબેન ડોડીયા, નાયબ કલેકટરને આ ફાઇલની શોધ માટે તપાસ અધિકારી તરીકે નિમણૂંક આપવામાં આવી હતી.

'ડ્રોન દીદી'નો કમાલ! ડ્રોનથી ખેતરમાં દવાનો છંટકાવ કરી મહિલાએ કર્યા સપના સાકાર

તપાસ અધિકારી મીતાબેન ડોડીયાની તપાસ દરમિયાન પણ આ જમીનનું રેકર્ડ મળી આવેલ ન હતો. આમ રેકર્ડ શાખામાંથી કોઈ સરકારી કર્મચારી તારીખ 21/03/2023ના રોજ ફાઈલ મુવમેન્ટ રજિસ્ટરમાં સહી કરી લઈ ગયેલ છે. પરંતુ ત્યારબાદ કોઈ કારણોસર આ ફાઈલ રેકર્ડ શાખા, કલેક્ટર કચેરી, આણંદ ખાતે પરત નહીં કરી પ્રાથમિક રીતે જ કોઈ સરકારી કર્મચારી દ્વારા સરકારને મોટું નાણાંકીય નુકશાન થતું હોઈ તેની જવાબદારીમાંથી બચવા જાણીબુઝીને રેકર્ડ શાખામાંથી ઈરાદાપૂર્વક અગર ખોટી રીતે ફાઈલ મેળવી. 

કડાકા ભડાકા સાથે 18 રાજ્યોમા વરસાદની આગાહી, વાવાઝોડાની ચેતવણી! ગુજરાતમાં શું થશ અસર?

ત્યારબાદ ફાઈલ રેકર્ડ શાખામાં પરત નહીં કરી છેતરપિંડી વિશ્વાસઘાત કરી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી આ અંગે હિરેન્દ્રસિંહ બી. મકવાણા (નાયબ મામલતદાર, રેકોર્ડ શાખા, કલેક્ટર કચેરી, આણંદ) આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કલેકટર કચેરીના રેકર્ડ શાખામાં ફાઈલ મુવમેન્ટ રજિસ્ટરમાં સહી કરી ફાઈલ લઇ જઈ પરત નહીં કરી ગુમ કરનાર સરકારી કર્મચારી વિરૂદ્ધ આઈ.પી.સી - 1860 ની કલમ 409, 201 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More