Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Monsoon 2025: ગુજરાતના આ જિલ્લામાં આફતનો વરસાદ; 33 જિલ્લાના 165 તાલુકાઓમાં મેઘરાજા વરસ્યો!

Gujarat Heavy Rains: છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. આજે સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં સુરત શહેરમાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો.

Gujarat Monsoon 2025: ગુજરાતના આ જિલ્લામાં આફતનો વરસાદ; 33 જિલ્લાના 165 તાલુકાઓમાં મેઘરાજા વરસ્યો!

Gujarat HeavyRains: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 165 તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે જૂનાગઢના મેંદરડા તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

fallbacks

આંધી-વંટોળ સાથે આ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે, અંબાલાલ પટેલની ધ્રુજાવી દે તેવી આગાહી 

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણા, વલસાડના કપરાડા, બનાસકાંઠાના અમીરગઢ તેમજ જૂનાગઢના વંથલી અને કેશોદ તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામનગરના કાલાવાડ, સુરતના ઉમરપાડા તથા જૂનાગઢ તાલુકા અને શહેર ઉપરાંત માણાવદર તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

પરિણામ પહેલા ગોપાલ ઈટાલિયાની ભાવુક પોસ્ટ; સમર્થકો અને કાર્યકર્તાઓને કરી આ અપીલ

તદુપરાંત સુરતના કામરેજ અને સુરત શહેર, વલસાડના વાપી અને પારડી, પોરબંદરના કુતિયાણા, રાજકોટના પડધરી, જેતપુર અને ધોરાજી, નવસારીના ખેરગામ, જૂનાગઢના ભેંસાણ અને કચ્છના ગાંધીધામ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, રાજ્યના 10 તાલુકામાં બે ઇંચથી વધુ, 26 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 106 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. 

'કાનમાં ગૂંજશે ચીસો, બેચેની, રાત્રે ઊંઘ નહિ', પ્લેન ક્રેશ બાદ લોકોની કેવી ફરિયાદ ઉઠી

SEOC, ગાંધીનગરના રિપોર્ટ મુજબ સમગ્ર રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 18.61 ટકા જેટલો નોંધાયો છે. આજે, 23 જૂન, 2025ના રોજ સવારે 6 થી 10 કલાક સુધીમાં સુરત શહેરમાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 

"હું પણ રમી રહ્યો છું ભાઈ", Pant નો આ ફની વીડિયો મિસ તો નથી કર્યો'ને? નહીં રોકી હસી

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More