Home> Gujarat
Advertisement
Prev
Next

શ્રાવણનો છેલ્લો સોમવાર : હરહર મહાદેવના નાદ સાથે સોમનાથ તીર્થ શિવમય બન્યું

Shravan 2022 : શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ઉમટી પડ્યું માનવ મહેરામણ... સોમનાથ મંદિરમાં આજે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા...

શ્રાવણનો છેલ્લો સોમવાર : હરહર મહાદેવના નાદ સાથે સોમનાથ તીર્થ શિવમય બન્યું

અમદાવાદ :આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. સોમવારના દિવસે શિવભક્તો શિવજીની વિશેષ પૂજા અર્ચના કરે છે. ત્યારે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે. રાજ્યભરના તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે ZEE 24 કલાક પર ઘરે બેઠાં કરો 12 જ્યોતિર્લિંગના દર્શન. સાથે જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના આંગણે કેવો માહોલ છે તે પણ જોઈએ.

fallbacks

આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. શ્રાવણ માસના સોમવાર નિમિતે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં આજે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. છેલ્લો સોમવાર હોઈ હજારોની સંખ્યામાં ભક્તોએ મહાદેવની પ્રાતઃ આરતીમાં ભાગ લીધો. વહેલી સવારથી ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે લાઈનમાં લાગ્યા હતા. શ્રાવણ માસમાં સોમનાથ તીર્થમાં સૌથી વધુ ભક્તો આજે જોડાયા છે. સવારથી હર હર મહાદેવના નાથથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું છે.

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં માનવ મેદની ઉમટી પડી છે. હજારો ભકતોએ સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતીમાં ભાગ લીધો હતો. તો હજી દિવસભેર ભક્તોની ભીડ રહેશે. સોમનાથ તીર્થમાં શ્રાવણ માસનો સર્વાધિક ટ્રાફિક આજના દિવસે દેખાયો છે. સાથે અંતિમ સોમવારે મેઘરાજાએ અમી વર્ષા કરી સોમનાથ મહાદેવ પર અભિષેક કર્યો હતો. હરહર મહાદેવના નાદ સાથે સોમનાથ તીર્થ શિવમય બન્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More