ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા છે. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે સવારે 54 કેસ નોંધાયા હતા જ્યારે સાંજે બીજા 36 નવા કેસ નોંધાતા કુલ આંકડો 468 પર પહોંચ્યો છે. વડોદરા અને અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી વધુ કેસ નોંધાયા છે. આજે વડોદરામાં 18 કેસ, અમદાવાદમાં 15 કેસ, ભરૂચ જિલ્લામાંથી 1, ગાંધીનગર જિલ્લામાંથી 1, છોટા ઉદેપુર જિલ્લામાંથી 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો.
અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 228 પર પહોંચ્યો છે. જ્યારે વડોદરામાં કુલ 95 કેસ નોંધાયા છે. જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે દસ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ લોકોના મોત થયા છે. જે ત્રણેય અમદાવાદના વ્યક્તિ છે. એમ અમદાવાદમાં મૃત્યુંઆંક 10 થઇ ગયો છે જ્યારે ગુજરાતમાં કોરોનાના કારણે 22 લોકોના મોત થયા છે. કુલ 9763 ટેસ્ટ કર્યા કરવામાં આવ્યા છે. જ્યારે 44 લોકો રીકવર થયા છે તેમાં 11 લોકો અમદાવાદના છે.
લોકડાઉન પછી હટ્યો પહેલો પ્રતિબંધ
દેશ અને ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કિસ્સાઓને કારણે સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી જે 14 એપ્રિલે પુરો થાય છે. હજી આ લોકડાઉનના સમયને વધારવા માટે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ પણ મુખ્યમંત્રી દ્વારા સૌથી પહેલીવાર કોઈ પ્રતિબંધ હળવો કરવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાતમાં કૂદકેને ભૂસકે કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. એમા પણ અમદાવાદમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યાં છે. આજે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જે આંકડા જાહેર થયા તે મુજબ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ 450 થયા છે જ્યારે અમદાવાદ અને વડોદરા કોરોનાના હોટસ્પોટ બની ગયા છે. અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 228 થયો છે. જ્યારે 7 અને આજના 2 એમ કુલ 9 લોકોએ અત્યાર સુધીમાં અમદાવાદમાં જીવ ગુમાવ્યાં છે. જ્યારે ગુજરાતનો કોરોનાના કારણે મૃત્યુઆંક 19 થયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના મામલે ઉપયોગી માહિતી પૂરી પાડી. તેમણે કહ્યું કે ગઈ કાલ સવાર સુધીમાં અમદાવાદમાં 139 કેસ હતાં જ્યારે છેલ્લા 24 કલાકમાં 86 કેસ નોંધાયા. તેમણે ખાસ કહ્યું કે આવનારા દિવસોમાં સેંકડો અને હજારો કેસો નીકળે અને લાખો કેસ નોંધાવવાની શક્યતા પણ નકારી શકાય નહીં. અમદાવાદ અને એમાંય કોટ વિસ્તારમાંથી બહાર નીકળવું રીસ્કી છે. સામાજિક રાજકીય અને ધાર્મિક આગેવાનો અપીલ કરે. તેઓ ખાસ લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ કરે. આજથી અમદાવાદ મહાનગર પાલિકા કોવિડ કેર સેન્ટર શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે