Home> Gujarat
Advertisement
Prev
Next

અંબાલાલ પટેલે એવુ કેમ કહ્યું કે જુલાઈ મહિનો ભારે રહેશે, વરસાદના એક નહિ ચાર રાઉન્ડ આવશે

Red Alert In Gujarat : આજથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી... આજે, કાલે અને પરમ દિવસે ગુજરાતમાં વરસાદની આગાહી... આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી 

અંબાલાલ પટેલે એવુ કેમ કહ્યું કે જુલાઈ મહિનો ભારે રહેશે, વરસાદના એક નહિ ચાર રાઉન્ડ આવશે

Gujarat Weather Forecast અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની બીજી ઈનિંગ બરાબરની જામી ગઈ છે. લગભગ પોણા ભાગનું ગુજરાત ભીંજાય જાય તેવી આગાહી આવી છે. વરસાદ બરાબરની ધબધબાટી બોલાવશે. હવામાન ખાતાએ તો કહી દીધુ છે કે, ગુજરાતમાં 10 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરીને કહ્યુ કે, જુલાઈમાં ચોમાસાની જમાવટ રહેશે. સાથે જ તેમણે કહ્યું કે, કેમ જુલાઈ મહિનો ભારે રહેશે. 

fallbacks

રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, પુનર્વસુ નક્ષત્રના કારણે જુલાઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યાર બાદ પુષ્ય નક્ષત્રમાં પણ રાજ્ય સહિત દેશમાંમાં ભારે વરસાદ થશે. આ ચોમાસું અતિ વિશિષ્ટ પ્રકારનું રહેશે, જેમાં ખૂબ વરસાદ થશે. વાદળો નીચલા સ્તરે જુલાઈ મહિનામાં હોય છે. 11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે. પરંતુ તેના ચાર દિવસ બાદ ફરી એકવાર વરસાદ 15 જુલાઈ બાદ શરૂ થશે. જે લગભગ 20 જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે. 

 

 

પાકિસ્તાન-રાજસ્થાનની સિસ્ટમ ગુજરાતમાં બની 
ચોમાસાની આ પેટર્ન વિશે તેમણે કહ્યું કે, બંગાળ ઉપસાગરમાં 20 જુલાઈએ બનતી સિસ્ટમ મજબૂત હશે, જેના કારણે દેશ સહિત રાજ્યમાં ભારે વરસાદ લાવશે. 24 થી 28 જુલાઈ દરમિયાન ફરી એકવાર ધોધમાર વરસાદ રહેશે. ઓગસ્ટમાં પણ લો પ્રેશર બનવાને કારણે રાજ્યભરમાં વરસાદ રહેશે. જે સિસ્ટમ પાકિસ્તાન અને રાજસ્થાન તરફ બનતી હતી, તે સિસ્ટમ હાલ ગુજરાતના ભાગમાં બની રહ્યા છે, જેના કારણે સતત વરસાદ રહેવાની શક્યતા રહેશે. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં 10 જુલાઈ સુધી ધોધમાર વરસાદ રહેશે. 

 

 

ગુજરાતમાં ફરી NDRF તૈનાત
રાજ્યમાં વાવાઝોડા બાદ ફરી એકવાર ભારે વરસાદની આગાહી આવી છે. ત્યારે સતર્કતાના ભાગરૂપે 7 જેટલી NDRF ની ટીમો હાલ રાજ્યના સંભવિત વરસાદની આગાહીવાળા વિસ્તારોમા ડિપ્લોઇ કરાઈ છે. અમરેલી, જૂનાગઢ, જામનગર, કચ્છ, નવસારી, રાજકોટ, અને વલસાડમાં NDRF ની 1-1 ટીમો ડિપ્લોય કરાઈ છે. 

 

 

ન્યારી ડેમના દરવાજા ખોલાયા 
ન્યારી ડેમ-૨ નો 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. હેઠવાસનાં ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ ન્યારી-૨ ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે જળસપાટીમાં વધારો થયો છે. પડધરી તાલુકાના ગોવિંદપુર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. 

 

 

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજ સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 76 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામનગરમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ભુજમાં 2, દ્વારકા અને કલ્યાણપુરમાં 1.5 ઇચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 11 તાલુકામાં 1 ઈંચથી વધારે અને 16 તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More