ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત ધર્મ સ્વાતંત્ર અધિનિયમમાં સુધારા વિધેયક પસાર થયું હતું. મુખ્યમંત્રી આગળ અનેક ધારાસભ્યો, સાંસદો અને સમાજ શ્રેષ્ઠી અને નાગરિકોની માંગણીના આધારે સમાજની અંદર લલચાવી, કપટયુક્ત સાધનોથી અનેક દિકરીઓને તેનું ધર્માંતરણ કરાવી તેની સાથે લગ્ન કરવાનું ષડયંત્ર લાંબા સમયથી ચાલી રહ્યું હતું. જેના પગલે મુખ્યમંત્રીએ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ સુધારા વિધેયક રજુ કર્યુંહ તું. જે ગૃહમાં પસાર થયું હતું. જેથી રાજ્યમાં હિંદુ સહિતની તમામ બહેન દિકરીઓ સ્વતંત્રતા અનુભવશે.
GUJARAT CORONA UPDATE: રાજ્યમાં સ્ફોટક સ્થિતિ, કેસ-વેક્સિનેશન બંન્ને રેકોર્ડ સ્તર પર
લવ જેહાદ જેવું કરનાર લોકો સામે લડવું તે અમે વર્ષોથી આ ઘટનાઓ સામે પ્રતિક્રિયાઓ આપતા રહ્યા છીએ. આ કાયદો અમારો પોલિટિકલ એજન્ડા નથી પરંતુ અમારૂ કમિટમેન્ટ છે. આ બિલ અમે દિલથી વિધાનસભામાં રજુ કર્યુંહ તું. હાથે નાડાછડી બાંધી, કપાળમાં તિલક કરી ખોટુ નામ ધારણ કરી દિકરીઓને અંધારામાં રાખી લગ્ન કરાવી ધર્માંતરણ કરાવે છે ત્યારે તે દિકરી અનેક પ્રકારની યાતના અને દુખનો ભોગ બને છે. ક્યારેક ક્યારેક આવી દિકરીઓએ આત્મહત્યા કર્યાના કિસ્સાઓ પણ છે.
દેવભૂમિ દ્વારકા: જમીન પચાવી પાડનાર નાયબ મામલતદાર અને જમાઇની ધરપકડ
સમાજની આ વ્યથાને વ્યવસ્થામાં લાવવા માટે અમે આ સુધારો કર્યો છે. ધર્માંતરણ આજે થતું ધર્માંતરણ આવતીકાલનું રાષ્ટ્રાંતરણ છે. આવું થાય ત્યારે રાષ્ટ્રની આંતરિક સ્થિતી ખોખલી થાય. દિકરીનું શોષણ કરીને રસ્તે રઝળતી કરી દેવાની વિરુદ્ધ અમે અળખ જગાવ્યો છે. ધર્માંતરણ કિસ્સામાં મદદ કરનારને 5 વર્ષની સજા અને 2 લાખનો દંડ છે. કોઇ સંસ્થા આવું કરે તો તેના ઇન્ચાર્જને 3 વર્ષથી વધુ મહત્તમ 10 વર્ષ અને સજા અને 5 લાખનો દંડ નિર્ધારિત કર્યો છો.
VADODARA: માતેલા સાંઢની જેમ ફરી રહ્યા હો તો સાવધાન, ગણતરીના બેડ જ ખાલી, કોઇ નહી પકડે હાથ
અમે ગૌહત્યા અટકાવવા માટે અસરકારક કાયદો લાવ્યા. ગાયોના જીવ અમે આ કાયદાથી બચાવ્યા. આ પ્રકારે કેટલીક દિકરીઓ ધર્માંતરણ કરીને નર્કની યાતા ભોગવતી હતી તેને બચાવવાનો પણ અમે આ કાયદાના માધ્યમથી નિર્ધાર કર્યો છે. આ કાયદાને કોંગ્રેસે મતોની તૃષ્ટિકરણની રાજનીતિના ભાગરૂપે આ કાયદાનો વિરોધ કર્યો છે. અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ કે અમે રાજનીતિને નહી પરંતુ રાષ્ટ્રનીતિને વરેલા લોકો છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે