Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસમાં નેતા એટલા ફાટા: બે ઉચ્ચ પદસ્થ નેતાઓ નવા નિમાયેલા નિરીક્ષકની સામે જ બાખડ્યાં !

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ કોંગ્રેસ (Congress)માં ન માત્ર કાર્યકર્તાઓ પરંતુ ઉચ્ચ પદસ્ત નેતાઓ વચ્ચેની જુથબંધી અને વિખવાદ પણ ધીરે ધીરે સપાટી પર આવી રહ્યો છે. કોંગ્રેસ (Congress)ના નવા નિમાયેલા નિરિક્ષક તામ્રધ્વજ સાહુ (Tamradhwaj Sahu)ની નજર સામે જ બે સીનિયર નેતાઓ બાખડી પડ્યાં હતા. બંન્ને નેતાઓએ એક બીજા પર અને પોતાનાં અલગ અલગ જુથ પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ (Congress)ના સિનિયર નેતાઓ વચ્ચે વાકયુદ્ધ સાથે જ કોંગ્રેસી (Congress) નેતાઓએ નવા નિમાયેલા નિરીક્ષકનું સ્વાગત કર્યું હતું.

કોંગ્રેસમાં નેતા એટલા ફાટા: બે ઉચ્ચ પદસ્થ નેતાઓ નવા નિમાયેલા નિરીક્ષકની સામે જ બાખડ્યાં !

મૌલિક ધામેચા/અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ કોંગ્રેસ (Congress)માં ન માત્ર કાર્યકર્તાઓ પરંતુ ઉચ્ચ પદસ્ત નેતાઓ વચ્ચેની જુથબંધી અને વિખવાદ પણ ધીરે ધીરે સપાટી પર આવી રહ્યો છે. કોંગ્રેસ (Congress)ના નવા નિમાયેલા નિરિક્ષક તામ્રધ્વજ સાહુ (Tamradhwaj Sahu)ની નજર સામે જ બે સીનિયર નેતાઓ બાખડી પડ્યાં હતા. બંન્ને નેતાઓએ એક બીજા પર અને પોતાનાં અલગ અલગ જુથ પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ (Congress)ના સિનિયર નેતાઓ વચ્ચે વાકયુદ્ધ સાથે જ કોંગ્રેસી (Congress) નેતાઓએ નવા નિમાયેલા નિરીક્ષકનું સ્વાગત કર્યું હતું.

fallbacks

Valsad માં એકલા રહેતા વૃદ્ધને લૂંટારુઓએ ટાર્ગેટ કર્યાં, આંખમાં કેમિકલ નાંખી લૂંટ કરી

તો બીજી તરફ નિરીક્ષક તામ્રધ્વજ સાહુ (Tamradhwaj Sahu)ને પણ આ બબાલ બાદ ખબર પડી હતી કે ગુજરાત કોંગ્રેસ (Congress)માં વિખવાદ ખુબ જ છે તેના કારણે જ કદાચ રાજ્યમાં પક્ષ સારી અને મજબુત રીતે દેખાવ કરી શકતો નથી. જો કે બેઠકમાં સિદ્ધાર્થ પટેલ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી કે, કોંગ્રેસ (Congress) દ્વારા ખુબ જ સારી સિસ્ટમ બનાવવામાં આવી છે, પરંતુ કેટલાક નેતાઓ સિસ્ટમ અનુસાર કામ કરતા નથી. પોતાનાં ઘરે બેઠા બેઠા જ સાંપ્રત રીતે સિસ્ટમ ચલાવે છે. નેતાઓ ઘરે બેસીને જ પેરેલલ એક બીજુ જ તંત્ર ચલાવે છે.

ગાંધીજીના પોરબંદરની એક નગરપાલિકા વારંવાર ભ્રષ્ટાચારના કારણે આવે છે ચર્ચામાં, જાણો શું છે સમગ્ર વિવાદ

આ ટીપ્પણી બાદ કોંગ્રેસ (Congress)ના નેતાઓ પાર્ટી વિરૂદ્ધ સમયાંતરે પેનલ બનાવી રહ્યા છે. જેના કારણે પક્ષ અને તે નેતાના મળતીયાઓ સિવાયના તમામ લોકો મજબુર અને પાંગળા બની જાય છે. જેનો જવાબ આપતા પ્રદેશ કોંગ્રેસ (Congress) પ્રમુખ અમિત ચાવડાએ (Amit Chavda) સિદ્ધાર્થ પટેલને (Sidharth Patel) સણસણતો જવાબ આપ્યો હતો. પોતાના સંબોધનમાં ચાવડાએ (Amit Chavda) આ અંગે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, નિરીક્ષકોએ આપેલી જ પેનલને ટિકીટ ફાળવણી કરાશે. જેથી કોઇને મનદુખ ન રહે. કોઇને તેવું ન લાગે કે પેરેલલ અલગ સિસ્ટમ ચાલી રહી છે. 

કડવા પાટીદારોને અન્યાય થવાનું કારણ ધરીને જુનાગઢના BJP ના મહામંત્રીએ આપ્યું રાજીનામુ

જો કે આ તમામ વિખવાદો વચ્ચે તામ્રધ્વજ સાહુ (Tamradhwaj Sahu)એ પણ કડક વલણ અખતિયાર કર્યું હતું. તેમણે ધારાસભ્યો (MLA)ને ટકોર કરતા કહ્યું કે, પોતે અને પોતાનાં તેવી માનસિકતામાંથી તમામ પદાધિકારીઓએ બહાર આવવું પડશે. અન્ય લોકો કે જે સાચા હકદાર છે તેમને આગળ આવવા દેવા પડશે. ધારાસભ્યો (MLA)એ નવા લોકોને સ્થાન આપવું જોઇએ. ધારાસભ્ય (MLA) એવું ન માને કે મજબુત નેતા આગળ આવશે તો તે કપાશે તેવી ગલતફહેમીમાંથી પણ બહાર આવવું જોઇએ.  ધારાસભ્ય (MLA) કોઇ ડર ન અનુભવે , વિસ્તારમાં યુવા અને મજબુત કાર્યકર્તાને આગળ કરવા અને તેઓ નિખરે તે પ્રકારે પ્રયાસો કરવા જોઇએ. 

સુરત ડિસ્ટ્રીક્ટ બેંકમાં ભાજપના હાથમાં સત્તા તો આવી, પણ સાંસદ પ્રભુ વસાવા હાર્યા

જો કે સાહુનાં આ નિવેદનથી કેટલાક ધારાસભ્યો (MLA) ચિંતામાં આવી ગયા હતા. જેથી રાજીવ સાતવે (Rajiv Satav) આ ધારાસભ્યો (MLA)ને સાંત્વના આપતા કહ્યું કે, સાહુના નિવેદન પર ધારાસભ્યો (MLA)ને ચિંતા કરવાની જરૂર નથી. બેઠક દરમિયાન પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું. જેના કારણે આ બેઠકમાંથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે, તમામ નેતાઓ અલગ અલગ ખેંચી રહ્યા છે. પક્ષનાં પહેલાથી જ બે તડા હતા તેવામાં હવે સાહુ અને સાતવ વચ્ચે પણ તડા પડ્યાં હોવાનું સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More