Home> Gujarat
Advertisement
Prev
Next

13 દિવસ બાદ પંચમહાલનો આદમખોર દીપડો પાંજરે પુરાયો

ઘોઘંબા તાલુકામાં આતંક મચાવનાર આદમખોર દીપડાને આખરે ઝડપી પાડવામાં વન વિભાગને સફળતા મળી છે. ગઈ કાલે રાત્રે ઘોઘંબાના ગોયાસુંડલ ગામે જંગલમાં મૂકવામાં આવેલ પાંજરામાં આતંકી દીપડો આબાદ ઝડપાઇ જતા વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.લગભગ 13 દિવસ બાદ આખરે વન વિભાગની ટીમને સૌથી મોટી સફળતા હાથ લાગી છે.

13 દિવસ બાદ પંચમહાલનો આદમખોર દીપડો પાંજરે પુરાયો

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :ઘોઘંબા તાલુકામાં આતંક મચાવનાર આદમખોર દીપડાને આખરે ઝડપી પાડવામાં વન વિભાગને સફળતા મળી છે. ગઈ કાલે રાત્રે ઘોઘંબાના ગોયાસુંડલ ગામે જંગલમાં મૂકવામાં આવેલ પાંજરામાં આતંકી દીપડો આબાદ ઝડપાઇ જતા વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.લગભગ 13 દિવસ બાદ આખરે વન વિભાગની ટીમને સૌથી મોટી સફળતા હાથ લાગી છે.

fallbacks

વન વિભાગના વડોદરા ઝોન સીસીએફ આરાધના સાહુએ ગઈ કાલે ઘોઘંબાના દીપડાના હુમલાથી અસરગ્રસ્ત વિસ્તારો અને જે જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા હતા. ત્યાં રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તે જ સાંજે દીપડો પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા રાહતનો શ્વાસ લેવાયો હતો. વન કર્મીઓની મહેનતની જીત થઈ છે. અગાઉ બે વાર આદમખોર દીપડાએ વન વિભાગને હાથતાળી આપી હતી. બે વખત પાંજરામા મૂકવામાં આવ્યા હતા, પરંતુ મારણની મિજબાની બોલાવી દીપડો ફરાર થઈ ગયો હતો. બાદ એ જ મારણના સ્વાદ ચાખી ગયેલો દીપડાને આખરે પાંજરે પુરાવવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો : નવીનવેલી દુલ્હનની હાથની મહેંદી પણ ઉતરી ન હતી, ત્યાં શિક્ષક પતિના મોતના સમાચાર આવ્યા

fallbacks

છેલ્લા 12 દિવસથી સ્થાનિક વન વિભાગ અને માંડવીથી આવેલ એક્સપર્ટ ટીમ દીપડાને પાંજરે પુરવા મરણિયા પ્રયાસોમાં લાગ્યું હતું. ત્યારે શાતિર દીપડો વન વિભાગને હાથ તાળી આપી ફરાર થઈ જતો હતો. બે દિવસ પહેલા જ દીપડો ડુંગર પર દેખાયાનો વીડિયો પણ વાયરલ થયો હતો. છેલ્લા ત્રણ મહિના ઉપરાંતના સમયથી ઘોઘંબામાં કાંટાવેડા, ગોયાસુન્ડલ, વાવ કુંડલી, સીમલિયા, ધરમખેતર સહિત આસપાસના અનેક ગામોમાં આદમખોર દીપડો આતંક મચાવી રહ્યો હતો. દીપડાને પકડવા માટે 50 વન કર્મીઓની ટીમો કાર્યરત હતી. તો સાથે જ 10 થી વધારે પાંજરા, ટ્રેપિંગ કેમેરા સાથે એક્સપર્ટ ટીમ કાર્યરત હતી.

આ પણ વાંચો : તમારા ઘરે કે આજુબાજુ કોઈ બ્રિટનથી આવ્યું હશે તો આ ગાઈડલાઈન ખાસ જાણી લેજો

હાલ વન વિભાગ દ્વારા પકડાયેલ દીપડો અંદાજીત 6 વર્ષની ઉંમરનો અને હુમલો કરનાર જ દીપડો હોવાની વન વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી. હાલ આ દીપડાને પાવાગઢ નજીક ધોબીકુવા ખાતે રાખવામાં આવનાર છે. દીપડો પાંજરામાં પુરાયો કે તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી તેવી માહિતી પંચમહાલના ડીએફઓ એમએલ મીના દ્વારા આપવામાં આવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More